મુંબઈ
રાખી સાવંત હંમેશા બિન્દાસ જાેવા મળે છે. તેની પ્રાઈવેટ લાઈફ હોય કે કોઈ પણ મુદ્દો તે ખુલીને બોલે છે. બિગ બોસમાં રાખીએ તેના રહસ્યમય પતિને દુનિયાની સામે લાવીને બધાને ચોંકાવી દીધા હતા. રિતેશ પણ શોમાં રાખી સાથે ૩ અઠવાડિયા વિતાવ્યા હતા અને બહાર આવ્યા પછી પણ બંને ઘણીવાર સાથે જાેવા મળે છે. મીડિયા સામે તેના પતિને ખુલ્લેઆમ કિસ કરનાર રાખીએ બધાને એ વાતથી ચોંકાવી દીધા કે ‘હવેથી તે અને રિતેશ માત્ર સારા મિત્રો છે’. એક ઈન્ટરવ્યુમાં રાખીએ કહ્યું કે રિતેશ અને હું ‘બિગ બોસ’ ૧૫માંથી બહાર થયા પછી માત્ર સારા મિત્રો છે. તેના પર કેટલાક કાયદાકીય કેસ ચાલી રહ્યા છે. જે પૂરા ન થાય ત્યાં સુધી અમે સારા મિત્ર રહીશું. તેને પૂછવામાં આવ્યું કે તેણે રિતેશને શોમાં પતિ તરીકે શા માટે રજૂ કર્યો? તો રાખીએ કહ્યું કે બધા કહે છે કે મારો પતિ ભાડાનો છે તો હવે ભાડે રાખેલો છે એમાં શું ફરક પડે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તમે બંને સાથે રહો છો અને શું તમે રિતેશ સાથે જીવન પસાર કરવા માંગો છો. જેના જવાબમાં રાખીએ કંઈ ન કહ્યું અને મોં બંધ રાખવાનો ઈશારો કર્યો. જ્યારે પૂછવામાં આવ્યું કે તે આગળ શું કરશે? ત્યારે રાખીએ કહ્યું કે સલમાન ખાને મને વજન ઘટાડવા કહ્યું છે અને તે મને સારું કામ અને ગીત આપશે.એટલે હું હવે કસરત કરું છું અને શમિતા અને શિલ્પા શેટ્ટીની જેમ ગ્લુટેન ફ્રી વસ્તુઓ ખાઈશ.

