Maharashtra

મુંબઈની લોકલ ટ્રેનમાં ગરબે રમી મહિલાઓનો વીડીયો થયો વાયરલ

મુંબઈ
સોશિયલ મીડિયા પર તમને નવા-નવા વીડિયો વાયરલ થતા જાેવા મળે છે. તેમાં ઘણા રસપ્રદ તો ઘણા ચોંકાવનારા વીડિયો હોય છે. નવરાત્રિ શરૂ થયા બાદ ગરબાના વીડિયો જાેવા મળી રહ્યાં છે. ગુજરાતી લોકો ગમે ત્યાં ગરબા શરૂ કરી દે છે. હવે મુંબઈની ટ્રેનમાં ગરબાની રમઝટનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો મુંબઈનો છે અને મહિલાઓ ગરબે રમી રહી છે. આ ગરબા કોઈ મેદાન કે હોલનો નથી પરંતુ મુંબઈની લોકલ ટ્રેનનો છે. ટ્રેનમાં સફર કરી રહેલી મહિલાઓ ગરબે રમી રહી છે. ટ્રેનમાં ગરબા રમતી મહિલાઓને જાેઈ અન્ય યાત્રી વીડિયો બનાવી રહ્યાં છે. મુંબઈ રેલવે યૂઝર્સના નામના ટિ્‌વટર હેન્ડલ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. ૨૨ સેકેન્ડના આ વીડિયોને લાખો લોકો જાેઈ ચુક્યા છે. વીડિયો કલ્યાણનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં જાેવા મળતી મહિલાઓ ગીત ગાઈ રહી છે અને ગરબે રમી રહી છે. જ્યારે આસપાસમાં બેઠેલી મહિલાઓ તેનો વીડિયો બનાવી રહી છે. વીડિયો પર ઘણા યૂઝર્સની કોમેન્ટ પણ આવી છે. તેમાંથી એક યૂઝર્સે કહ્યું કે આ તે લોકો માટે જે કહે છે કે મુંબઈમાં નાની-નાની કુશીઓ માટે કોઈ જગ્યા નથી. આ વીડિયો તે બધા માટે કોઈ આશ્ચર્યથી ઓછો નથી. હાલ તો સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *