Maharashtra

રોહિત શર્મા ટી૨૦ સિરિઝમાં બોલર ચમીરાથી પરેશાન થયો

મુંબઈ
રોહિત ટીમનો મુખ્ય બેટ્‌સમેન છે. તેના વહેલા આઉટ થવાને કારણે ભારતીય ટીમ પર સંકટ સર્જાયું હતું, પરંતુ ત્રીજા નંબર પર વિરાટ કોહલીની જગ્યાએ રમી રહેલા શ્રેયસ અય્યરે શ્રીલંકાને તેનો ફાયદો ઉઠાવવા દીધો ન હતો. શ્રેયસ અય્યર અણનમ પરત ફર્યો હતો અને ટીમને વિજય અપાવ્યા બાદ જ તેણે રાહતનો શ્વાસ લીધો હતો. આ જમણા હાથના બેટ્‌સમેને અણનમ ૭૩ રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં અય્યરે ૪૫ બોલનો સામનો કર્યો અને નવ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. શ્રેયસ અય્યર આ સમગ્ર શ્રેણીમાં અણનમ રહ્યો હતો. તેણે આ શ્રેણીની ત્રણેય મેચમાં અડધી સદી ફટકારી હતી.રોહિતે મેદાન પર પગ મૂકતાની સાથે જ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. રોહિતની આ ૧૨૫મી ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ હતી અને તે વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચો રમનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે પાકિસ્તાનના શોએબ મલિકને પાછળ છોડી દીધો છે. પરંતુ રોહિત બેટિંગમાં નિષ્ફળ રહ્યો હતો. આ મેચમાં રોહિત સંજુ સેમસન સાથે ઇનિંગની શરૂઆત કરવા આવ્યો હતો. તેણે પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર બિનુરુ ફર્નાન્ડો પર ચોગ્ગો ફટકાર્યો હતો. પરંતુ તે આગલી જ ઓવરમાં આઉટ થયો હતો. ચમીરાનો બોલ થોડો વધુ ઉછળ્યો અને બોલ રોહિતના બેટની ઉપરની કિનારી સાથે હવામાં ગયો. કરુણારત્નેએ રોહિતનો કેચ લેવામાં કોઈ ભૂલ કરી ન હતી. ટી૨૦ ઇન્ટરનેશનલમાં આ છઠ્ઠી વખત હતું જ્યારે રોહિત ચમીરા દ્વારા આઉટ થયો હતો. બીજી મેચમાં પણ ચમીરાએ રોહિતને બોલ્ડ કર્યો હતો. ચમીરાએ પહેલા જ ઓવરના છેલ્લા બોલ પર ભારતીય કેપ્ટનનો દાંડિયા ઉડાવી દીધા હતા. તે મેચમાં રોહિતે એક રન બનાવ્યો હતો. રોહિતે પ્રથમ મેચમાં ૪૪ રન બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકાને ત્રણ મેચની ટી૨૦ શ્રેણી માં ૩-૦ થી હરાવ્યું હતું. આ પહેલા ભારતે વેસ્ટ ઈન્ડિઝને પણ ૩-૦ થી હરાવ્યું હતું. આ સિરીઝમાં રોહિત શર્મા ફુલ ટાઈમ કેપ્ટન તરીકે ઉતર્યો હતો અને તે સફળ પણ રહ્યો હતો. રવિવારે ફરીથી રોહિતે તેની કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમને જીત તરફ દોરી, પરંતુ તે બેટથી કમાલ કરી શક્યો નહીં. આ જમણા હાથનો બેટ્‌સમેન માત્ર પાંચ રન બનાવીને આઉટ થયો હતો. જાે કે રોહિત દુનિયાભરના બોલરો માટે ડરનું બીજુ નામ છે, પરંતુ ટી-૨૦માં એક બોલર તેને સતત પરેશાન કરી ચુક્યો છે. ધર્મશાળામાં અંતિમ મેચમાં પણ તે બોલરે રોહિતની વિકેટ લીધી હતી. આ બોલર છે દુષ્મંથા ચમીરા. જેનાથી હિટમેન સિરીઝમાં પરેશાન દેખાયો છે.

Rohit-Sharma.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *