Maharashtra

શાહિદ કપૂરની બહેન સનાહેના લગ્નની તસવીરો વાઈરલ થઇ

મુંબઈ
શાહિદ કપૂરની બહેન સનાહ કપૂર ગઈકાલે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. શાહિદે તેના સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરીને લખ્યું છે – ”સનાહ, સમય કેવી રીતે પસાર થાય છે. ખબર નથી પડતી. મારી નાની બિટ્ટુ આજે દુલ્હન બની ગઈ છે. ટૂંક સમયમાં જ મારી બેબી બહેન મોટી થઈ ગઈ છે. જીવનના સુંદર અધ્યાયની ભાવનાત્મક શરૂઆત. સનાહ અને મયંક તમે હંમેશા ખુશ રહો.” મીરા રાજપૂત કપૂર પણ તેની નણંદના લગ્નમાં પહોંચી હતી અને તેણે શાહિદ સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. તમે જાેઈએ શકો છો કે બંને એક સાથે આ ફોટોમાં કેટલા પરફેક્ટ લાગી રહ્યા છે. સનાહે તેના લગ્નના દિવસે ઘણો સુંદર લહેંગો પસંદ કર્યો હતો. તમે આ તસવીરોમાં જાેઈ શકો છો કે તેણીએ રેડ- ઓરેન્જ કલરનો લહેંગો ટર્ક્‌વોઈશ કલરના દુપટ્ટાની સાથે કેરી કર્યો હતો. જ્યારે મયંકે બ્લેક કલરની શેરવાની પર પસંદ ઉતારી હતી. આ પહેલા ચુડા સેરેમનીના ફોટોઝ સામે આવ્યા હતા, જેમાં શાહિદ, મીરા સાથે તેમની દીકરી મીશા પણ સાથે જાેવા મળી હતી. તમને જણાવી દઈએ કે સનાહે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે ભાઈ શાહિદ કપૂર સાથે શાનદાર ફિલ્મમાં પણ જાેવા મળી હતી. મયંક પાહવા એક અભિનેતા, દિગ્દર્શક અને લેખક છે જેઓ થિયેટરમાં કામ કરે છે. તેઓ ભીષ્મોત્સવ, અધીર સીકર, શરદ જાેશી એક્સપ્રેસ, હેપ્પી બર્થ ડે, વગેરે જેવા નાટકોમાં તેમના કામ માટે જાણીતા છે. તેમણે કોશા, ક્રિકેટઃ માય રિલિજન અને વન નાઈટ સ્ટેન્ડ અપ જેવી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે.શાહિદ કપૂરની બહેન સનાહ કપૂરે મનોજ અને સીમા પાહવાના પુત્ર મયંક પાહવા સાથે લગ્ન કર્યા છે. આ લગ્નમાં માત્ર તેમના પરિવારના સભ્યો જ સામેલ થયા હતા. શાહિદ પત્ની મીરા અને બંને બાળકો સાથે બહેનના લગ્નમાં પહોંચ્યો હતો. શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂતએ બોલિવૂડના હોટેસ્ટ કપલમાંના એક ગણાય છે. તે બંને અવારનવાર તેમના સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તસવીરો શેર કરતા રહે છે.

shahid-kapoor-sister-weds.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *