Maharashtra

હિન્દી ફિલ્મ તુલસીદાસ જુનિયરને મળ્યો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ

મુંબઈ
ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા એવોર્ડ શો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત આજે કરવામાં આવી છે. નેશનલ ફિલ્મ એવોર્ડ ૨૦૨૨ ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે. તામિલ ફિલ્મ સૂરારાઈ પોટ્રુને બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. સૂરારાઈ પોટ્રુના એક્ટર સૂર્યા અને અજય દેવગનની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયર માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ સંયુક્ત રીતે પ્રાપ્ત થયો છે. તાનાજીઃ ધ અનસંગ વોરિયરને બેસ્ટ ફિલ્મ ઇન હોલસમ એન્ટરટેનમેન્ટનો એવોર્ડ મળ્યો છે. પુરસ્કાર શ્રેણીયોની વાત કરીએ તો સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ તામિલ ફિલ્મ સૂરારાઈ પોટ્રુને મળ્યો છે. ત્યારે બેસ્ટ હિન્દી ફિચર ફિલ્મનો એવોર્ડ મૃદુલ તુલસીદાસની ફિલ્મ તુલસીદાસ જુનિયરને મળ્યો છે. ફિલ્મમાં સંજય દત્ત લીડ રોલમાં હતો. સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ તાનાજીઃ ધ અનસંગ વોરિયર માટે અજય દેવગણ અને સૂરારાઈ પોટ્રુના એક્ટર સૂર્યાને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો છે. અભિનેત્રી અપર્ણા બાલામુરલીને સૂરારાઈ પોટ્રુ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત મલયાલમ ફિલ્મ એ.કે. અયપ્પન કોશિયમ માટે દિવંગત ડાયરેક્ટર સચ્ચીદાનંદ કે. આરને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મરણોત્તર આપવામાં આવ્યો છે. અજય દેવગણનો આ ત્રીજાે નેશનલ એવોર્ડ છે. ત્યારે બેસ્ટ ક્રિટિક એવોર્ડ આ વર્ષે કોઈપણ ફિલ્મને મળ્યો નથી. કોવિડ મહામારીના કારણે ઘણી એન્ટ્રીઓ થઈ નથી. મોસ્ટ ફ્રેન્ડલી ફિલ્મ સ્ટેટનો એવોર્ડ મધ્ય પ્રદેશને મળ્યો છે. આ ઉપરાંત યુપી અને ઉત્તરાખંડના સંયુક્ત રૂપને સ્પેશિયલ મેન્શન એવોર્ડ મળ્યો છે. ભારતીય સિનેમાની પહેલી એક્ટ્રેસ દેવિકા રાની પર આધારીત કિશ્વર દેસાઈની બુક ્‌રી ન્ર્હખ્તીજં દ્ભૈજજ ને બેસ્ટ બુક ઓન સિનેમાનો એવોર્ડ મળ્યો છે. ડિગ્ની પ્લસ હોટસ્ટારની ડોક્યુમેન્ટ્રી ૧૨૩૨ કિમીના ગીત ‘મરેંગે તો વહીં જાકર’ માટે વિશાલ ભારદ્વાજને નોન ફિચર બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્શનનો એવોર્ડ મળ્યો છે.

11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *