Maharashtra

હું મારી જાતને જેન્યુઅન ઓલરાઉન્ડર માનું છું ઃ શાર્દુલ ઠાકુર

મુંબઈ
ભારતીય ફાસ્ટ બોલર શાર્દુલ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ વનડે અને ત્રણ ટી-૨૦ મેચ માટે તેના બાકીના સાથી ખેલાડીઓ સાથે અમદાવાદ પહોંચી ગયો છે. શાર્દુલ ઠાકુર મર્યાદિત ઓવરોમાં પણ એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે પોતાને સાબિત કરવા માટે ઉત્સુક છે. શાર્દુલ ઠાકુરે કહ્યું, ‘હું મારી જાતને જેન્યુઅન ઓલરાઉન્ડર માનું છું. મને જ્યારે પણ તક મળે છે ત્યારે હું મારી જાતને સાબિત કરવા માંગુ છું. જ્યારે પણ બેટ્‌સમેન સાતમાં નંબર પર રનનું યોગદાન આપે છે, ત્યારે તે ભાગીદારી બનાવવામાં મદદ કરે છે અને ટીમને સારા સ્કોર સુધી લઈ જાય છે. તેનાથી મોટો ફરક પડે છે. શાર્દુલ ઠાકુરની તુલના સતત હાર્દિક પંડ્યા સાથે કરવામાં આવી રહી છે. જાેકે, શાર્દુલ માને છે કે હાર્દિકને તેની સાથે કોઈ દુશ્મની નથી. શાર્દુલે કહ્યું, ‘હાર્દિક ટૂંક સમયમાં ફિટ થઈ જશે અને ટીમમાં વાપસી કરશે. અમારી બંનેની બેટિંગ કરવાની રીત અલગ છે. હાર્દિક પાંચ કે છ નંબરે બેટિંગ કરે છે. હું સાત કે આઠમાં નંબર પર બેટિંગ કરું છું, તેથી અમારી વચ્ચે કોઈ દુશ્મનાવટ નથી. હું તેનું સ્થાન લેવાનું વિચારી રહ્યો નથી. હું તેને જેટલું ઓળખું છું, તેણે હંમેશા મને સપોર્ટ કર્યો છે. તે તેના અનુભવો મારી સાથે શેર કરે છે. મેં તે પણ કર્યું છે. જાે મર્યાદિત ફોર્મેટમાં વધુ ઓલરાઉન્ડર આવી રહ્યા છે, તો તે ટીમ માટે સારું છે. પોતાની બેટિંગ વિશે વાત કરતાં તેણે કહ્યું, ‘આ પ્રતિભા મારામાં પહેલેથી જ હતી. જાેકે, ખાસ કરીને રણજી ટ્રોફીમાં મધ્યમાં બેટિંગ કરવાની બહુ તક મળી ન હતી. જ્યારે મને ભારતીય ટીમમાં રમવાનો મોકો મળ્યો, ત્યારે મેં ટીમના અન્ય બોલરો કરતાં વધુ સારી બેટિંગ કરી અને ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી જેવા જૂના ટીમ મેનેજમેન્ટના સાથીઓ, તેઓએ મને જાેયો અને મને સાત કે આઠમાં નંબર પર તક આપી. જ્યારે પણ મને તક મળી ત્યારે મેં નેટ્‌સમાં બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. નીચલા ક્રમના બેટ્‌સમેનોનું યોગદાન ઘણું મહત્વનું રહે છે. તમે જાેશો કે ઘણા વર્ષોથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ તેના કારણે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.

Shardul-Thakur.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *