મુંબઈ
ચેતેશ્વર પુજારા અને રહાણે બંને રણજી ટ્રોફીમાં ફ્લોપ શોમાં જાેવા મળ્યા હતા. પુજારા માત્ર ૬ બોલનો સામનો કરીને પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે તેની ટીમે દિવસના અંત સુધીમાં ૪ વિકેટે ૩૨૫ રન નોંધાવ્યા હતા. જેમાં પુજારાના સાથી યુવા ખેલાડી ચિરાગ જાનીએ અણનમ શતક લગાવ્યો હતુ. તો વળી તેની ટીમના અન્ય બે ખેલાડીઓએ પણ અર્ધશતક લગાવ્યા હતા. સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ બેટીંગ પસંદ કરીને મેદાને ઉતરી હતી. સૌરાષ્ટ્ર વતી થી હાર્વિક દેસાઇએ ૩૮ અને રન અને સ્નેલ પટેલે ૨૪ રન સાથે સારી શરુઆત કરાવી હતી. જાેકે તે બંને ઓપનરો પોતાની ઇનીંગને મોટી કરી શક્યા નહોતા. જાેકે ચિરાગ જાનીએ એક છેડો સાચવી રાખીને પોતાની શતકીય ઇનીંગ રમી હતી. ચેતેશ્વર પુજારાની છે, જેનુ ફોર્મ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ખરાબ રહ્યુ હતુ અને હવે ઘરેલુ ક્રિકેટમાં પણ ખરાબ જાેવા મળી રહ્યુ છે. તેણે સૌરાષ્ટ્ર વતી રણજી ટ્રોફીમાં રમતા ૬ બોલમાં ૮ રનની ઇનીંગ રમી હતી. જાેકે તેણે આ દરમિયાન ૨ બાઉન્ડરી ફટકારી હતી. જાેકે તે તેના દેખાવ માટે પુરતુ નહોતુ. પુજારા માટે બીજા દાવમાં હજુ પોતાનો દમ દેખાડવાની તક છે અને તેની રમત પર બીસીસીઆઇ થી લઇને ક્રિકેટ એક્સપર્ટની બારીકાઇ થી નજર છે. તો વળી અજિંક્ય રહાણે એ પણ બીજી તરફ મુંબઇની ટીમ વતી રમતા ફ્લોપ શો કર્યો હતો. તેણે ૩ બોલ રમીને શૂન્ય પર વિકેટ ગુમાવી દીધી હતી. રહાણે અનુભવી બેટ્સમેન હોવાને લઇને મુંબઇની ટીમને પણ તેની પાસેથી ખુબ અપેક્ષા હતી પરંતુ રહાણે તે અપેક્ષા પર ખરો ઉતર્યો નહોતો. મુંબઇની ટીમ ગોવા સામે માત્ર ૧૬૩ રનમાં જ સમેટાઇ ગઇ હતી. મુંબઇ તરફ થી સરફરાઝ ખાને ૬૩ રનની ઇનીંગ રમી હતી. જ્યારે તનુષ કોટિયાને ૩૦ રન કર્યા હતા.ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં થી ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે હવે બહાર થઇ ગયા છે. બંને એ ટીમ ઇન્ડિયામાં પરત ફરવા માટે હાલમાં રણજી ટ્રોફીમાં તેમના પ્રદર્શન વડે દમ દર્શાવવાનો હતો. પરંતુ તેમાં તે નિષ્ફળ નિવડ્યા છે. હાલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટી૨૦ સિરીઝ રમાઇ રહી છે. ત્યાર બાદ બંને દેશો વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાનારી છે. જે સિરીઝ સાથે રોહિત શર્મા ટેસ્ટ ટીમના નિયમીત કેપ્ટન તરીકેની ઇનીંગ પણ શરુ કરનાર છે. પરંતુ આ બધા વચ્ચે હવે સવાલ એ છે કે સૌરાષ્ટ્રનો પુજારા અને મુંબઇનો રહાણે ફરીથી ટીમ ઇન્ડિયામાં જાેવા મળશે કે કેમ.


