Maharashtra

અભિનેત્રી સોનાલી સહગલનો બોલ્ડ અને હોટ અંદાજ જાેવા મળ્યો

મુંબઈ
બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વ્હાઈટ બિકિનીમાં વીડિયો શેર કર્યો છે. વ્હાઈટ બિકિનીમાં સોનાલીનો ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જાેવા મળી રહ્યો છે. ‘પ્યાર કા પંચનામા’, ‘જય મમ્મી દી’ જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જાેવા મળેલી અભિનેત્રી સોનાલી સેગલ આ દિવસોમાં તેના લેટેસ્ટ વીડિયોને લઈને ચર્ચામાં છે. આ પહેલા પણ ઘણી વખત સોનાલી હોટ તસવીરો અને વીડિયો શેર કરી ચૂકી છે. આ પહેલા હોટ તસવીરોમાં ફોટોશૂટ ખૂબ જ વાયરલ થયું હતું. તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તે સોનાલીના વખાણ કરતાં થાકતા નથી. સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ ૨૦૧૧માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી. ‘પ્યાર કા પંચનામા’થી ડેબ્યુ કર્યા બાદ સોનાલી ‘પ્યાર કા પંચનામા ૨’, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’, ‘હાઈજેક’, ‘વેડિંગ પુલાઓ’ અને ‘જય મમ્મી દી’ જેવી ફિલ્મોમાં જાેવા મળી છે. સોનાલી બોલિવૂડમાં તેના બોલ્ડ લુક માટે જાણીતી છે. સોનાલી સહગલ છેલ્લે ફિલ્મ ‘જય મમ્મી દી’માં જાેવા મળી હતી. સોનાલી સહગલ એક પ્રખ્યાત ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે હિન્દી સિનેમામાં કામ કરે છે. તેણે ૨૦૦૬માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો. તે પ્યાર કા પંચનામામાં રિયાની ભૂમિકા માટે જાણીતી છે. સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. ૨૦૦૬માં તેણે પેન્ટાલૂન્સ ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો.

Sonali-Sehgal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *