Maharashtra

અમિતાભના બાળપણનો રોલ કરનાર અલંકાર જાેશી વિશે જાણો

મુંબઈ
અલંકાર જાેશી પોતાની એક્ટિંગ સ્કિલ્સના લીધે તે સમયે ફિલ્મ મેકર્સની પહેલી પસંદ બની ગયા છે. આ ચાઇલ્ડ આર્ટિસ્ટએ દિવાર ઉપરાંત ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઇએ કે અલંકાર જાેશીએ ડ્રીમ ગર્લ, સીતા ઔર ગીતા અને શોલે જેવી હિટ ફિલ્મોમાં મહત્વપૂર્ણ રોલ ભજવ્યો હતો. પરંતુ તેમણે ખૂબ પહેલાં જ અભિનય ક્ષેત્રને અલવિદા કહી દીધું અને આઇટી સેક્ટરમાં પોતાનું કેરિયર બનાવવાનું વિચાર્યું. તમને જાણીને આશ્વર્ય થશે કે હવે દીવાર ફિલ્મમાં અમિતાભ બચ્ચનના બાળપણનું પાત્ર ભજવનાર આ બાળક પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહે છે. અલંકાર જાેશી આઇટી સેક્ટરની દુનિયાના રાજા બની ગયા છે. તાજેતરમાં કાશ્મીર ફાઇલ્સના લીધે ચર્ચામાં છવાયેલી પલ્લવી જાેશીના ભાઇ છે અલંકાર જાેશી. તેમની એક્ટિંગ જાેઇને લાગે છે કે તેમના પરિવારના લોહીમાં અભિનય છે. ના ફક્ત અલંકાર પરંતુ તેમની બહેન પલ્લવી જાેશી પણ પોતાની એક્ટિંગ માટે જાણિતા છે. અલંકાર જાેશીના ત્રણ બાળકો છે, એક પુત્ર અને બે પુત્રીઓ. એક પુત્રીનું વલણ પણ એક્ટિંગ તરફ છે. તેમની મોટી પુત્રી હેલો મિની વેબ સીરીઝમાં મેન લીડમાં જાેવા મળી છે. તેની પુત્રી અનુજા જાેશીએ પોતાની એક્ટિંગથી ઘણા લોકોને પોતાના ફેન પણ બનાવ્યા છે. એવા ઘણા એક્ટર્સ અને અભિનેત્રી અચાનક લાઇમલાઇટથી ગાયબ થઇ જાય છે અને પોતાની એક અલગ દુનિયા શરૂ કરી દે છે. અલંકાર જાેશીને ૯૦ના દાયકામાં કામ મળવાનું ઓછું થતું જતું હતું, જેના લીધે તેમણે એક્ટિંગ ઉપરાંત બીજું કંઇક સિલેક્ટ કરવાનો ર્નિણય કર્યો. એવા ઘણા એક્ટર્સ છે જે અભિનય છોડ્યા બાદ ગુમનામીના અંધારામાં ખોવાઇ જાય છે. પરંતુ અલંકાર જાેશી આઇટી સેક્ટરમાં પોતાના માટે એક નવી દુનિયા બનાવવામાં સફળ રહ્યા.

Page-43.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *