મુંબઈ
શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ શરૂ થાય તે પહેલા ભારતીય ઉપ સુકાની જસપ્રીત બુમરાહ પત્રકાર પરિષદમાં હાજર રહ્યો હતો. જેમાં બુમરાહે અશ્વિનને લઇને કહ્યું કે સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પોતાની ઇજામાંથી બહાર આવી રહ્યો છે અને શ્રીલંકા સામે પોતાની ટેસ્ટ સીરિઝથી પહેલા પ્રેક્ટિસ દરમ્યાન સામાન્ય પ્રેક્ટિસ કરી હતી. ઇજાના કારણે અશ્વિન હાલમાં જ વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા સામેની સીરિઝમાં રમી શક્યો ન હતો. ટીમ ઇન્ડિયાના ઉપ સુકાની જસપ્રીત બુમરાહે શુક્રવારે શરૂ થનાર પહેલી ટેસ્ટ મેચથી પહેલા પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ટેસ્ટ મેચ પહેલા ટીમના તમામ ખેલાડીઓ અહીં મોહાલી પહોંચી ચુક્યા છે અને પ્રેક્ટિસ કરી રહ્યા છે. તે (અશ્વિન) ઇજામાંથી બહાર આવી રહ્યો છે. હું નથી જાણતો કે તેને પ્રેક્ટિસ દરમ્યાન કોઇ તકલીફ થઇ હોય. તેણે વધુ જણાવ્યું કે, “તેણે (અશ્વિન) આજે પ્રેક્ટિસ દરમ્યાન સામાન્ય જાેવા મળ્યો હતો. તેને કોઇ પ્રકારની તકલીફ થઇ હોય તેવું જાેવા મળ્યું ન હતું. તે (અશ્વિન) ઇજામાંથી બહાર આવી રહ્યો છે. તે હાલ સંપુર્ણ રીતે ફીટ છે. બુમરાહે વધુમાં પોતાની ભુમિકાને લઇને કહ્યું કે તે ઉપ સુકાની બન્યા બાદ તેની ભુમિકા પહેલી જેવી જ રહેશે. તેણે કહ્યું કે, “ટીમમાં સીનિયર સભ્યો હોવાના કારણે તમારે ખેલાડીઓની મદદ કરવાની હોય છે. હું પહેલા પણ કહી ચુક્યો છું કે ઉપ સુકાની એ માત્ર એક પદ છે. હું પહેલા જે કામ કરતો હતો તે જ કામ અત્યારે કરીશ અને આગળ પણ કરતો રહીશ.” જસપ્રીત બુમરાહે કહ્યું કે તેમનો પ્રયાસ કોઇ પણ રીતે સુકાની રોહિત શર્માની મદદ કરવાનો રહેશે. તેણે કહ્યું, “હું કોઇ પણ ભોગે મારૂ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે પ્રયાસ કરીશ. મને નથી લાગતું કે કોઇ પદ કે સ્થિતિ મારા પ્રદર્શન પર અસર પહોંચાડી શકે છે. આ તેના પર ર્નિભર કરે છે કે તમે પરિસ્થિતિઓ કઇ રીતે પાર પાડો છે અને તમે રણનીતિ કઇ રીતે ઘડો છો અને તેને કઇ રીતે શ્રેષ્ઠ બનાવો છો.” રોહિત શર્મા (સુકાની), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, રિષભ પંત, કે.એસ. ભરત (વિકેટકીપર), આર. અશ્વિન (ફિટનેસ), રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (ઉપ સુકાની), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને સૌરભ કુમાર.
