Maharashtra

એકનાથ શિંદે ભાજપ પર પ્રહાર કર્તા કહ્યું કે, “આ બધા નકલી હિન્દુત્વનો પ્રચાર કરે છે…

મુંબઈ
મહારાષ્ટ્રમાં શિવસેના અને એકનાથ શિંદે સરકાર વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. શિવસેનાએ મુખપત્ર સામના દ્વારા એકનાથ શિંદે અને બીજેપી પર હુમલો કરતા તેમના પર ખોટા હિન્દુત્વના પ્રચારનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ લખ્યું છે કે, બીજેપી તેમને પાલખીમાં ફેરવી રહી છે. પોતાના તાજેતરમાં પ્રકાશિત થયેલા સંપાદનમાં શિવસેનાએ બાબા રામદેવ ઉપર પણ કેટલાક આરોપ લગાવ્યા છે. સામનામાં લખ્યું છે કે, ‘મહારાષ્ટ્રમાં આજે પ્રતિબંધ મુક્ત ગણેશ ઉત્સવની ઊજવણી કરવામાં આવી રહી છે. તેનો શ્રેય ઉદ્ધવ ઠાકરેને જ મળવો જાેઈએ. ગત બે વર્ષોમાં તેઓ કોરોના સામે લડ્યાં, બે વર્ષ સુધી કડક પ્રતિબંધોને અમલમાં લાવ્યા. લોકોમાં જાગૃતતા લાવ્યા. તેના કારણે જ આજે પ્રતિબંધોથી મુક્ત, સ્વચ્છંદ પર્વની ઊજવણી કરવામાં આવી રહી છે. શિંદે-ફડણવીસની સરકાર ‘ટપકી’ આ તેને કારણે નથી થયું.’ શિવસેનાએ આરોપ લગાવ્યો હતો કે, ગણેશ ઉત્સવના મહત્વને ઘટાડવામાં આવી રહ્યું છે. જે જાહેર ગણેશ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ, તે મહારાષ્ટ્રમાં જાહેર ઉત્સવના મહત્વને ખતમ કરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર જ હિન્દુત્વની મૂળ ભૂમિ છે. વીર સાવરકર, શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે અને પહેલા સરસંઘચાલક અહીં જ જનમ્યાં છે. તે જ મહારાષ્ટ્રમાં નકલી હિન્દુત્વને સિંહાસન પર બેસાડીને પાલખીમાં ફેરવવામાં આવી રહ્યું છે. પાલખીનો કહાર કોણ છે?’ શિવસેનાએ બાબા રામદેવ પર પણ ઉગ્ર હુમલો કર્યો છે અને તેમને નકલી વ્યાપારી બતાવ્યા છે. તેમણે લખ્યું છે કે, ‘રામદેવ બાબા નામનો નકલી વ્યાપારી સંત ગણેશ ઉત્સવની પૂર્વ સંધ્યાએ મુંબઈ એરપોર્ટ પર આવ્યો અને ઘોષણા કરી કે, ‘મુખ્યમંત્રી શિંદે જ હિન્દુત્વના ગૌરવ પુરુષ હોવાના કારણે શિવસેના પ્રમુખના વિચારોના વારસદાર છે.’ બાબા રામદેવનું આ ભાષણ સંત પદ માટે કલંક છે. કાલે આ નકલી બાબા કાશ્મીર જઈને ગુલામ નબી આઝાદને મળશે અને ઘોષણા કરશે, ‘તમે જ સાચા રાષ્ટ્રપુરુષ અને ગાંધી-નહેરુના વારસદાર છો.’ રાહુલ ગાંધી સત્તામાં આવી રહ્યા છે, આવી ભનક જાે આ બાબાઓને લાગી જાય તો એ સોનિયા ગાંધીને રાષ્ટ્રમાતા અને રાહુલ ગાંધીને નવા પંડિત નહેરુ તરીકે જાહેર કરી દેશે.’

Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *