Maharashtra

એસએસ રાજામૌલીની ‘આરઆરઆર’ ફિલ્મની ટીમ જયપુર પહોંચી

મુંબઈ
એસએસ રાજામૌલીની ફિલ્મ ‘ ઇઇઇ’ની ટીમ તેની રિલીઝ પહેલા દેશભરના વિવિધ શહેરોનો પ્રવાસ કરી રહી છે.મોસ્ટ અવેટેડ ફિલ્મના મલ્ટિ-સિટી ટૂર પ્રમોશન દરમિયાન, જુનિયર એનટીઆર, રામ ચરણ અને નિર્દેશક એસએસ રાજામૌલી સાથે ‘ઇઇઇ’ ની ટીમનું આગલું સ્ટોપેજ જયપુર હતુ, જ્યાં તેઓ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા જાેવા મળ્યા હતા.આ પહેલા ટીમે અમૃતસરમાં સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. બેંગ્લોર, હૈદરાબાદ અને દુબઈ પછી, ‘ ઇઇઇ’ ના ડિરેક્ટર એસએસ રાજામૌલી, અભિનેતા જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે વડોદરામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી.તે સાથે ભારતમાં આ સ્મારકની મુલાકાત લેનારી પ્રથમ ફિલ્મ બની હતી. તાજેતરમાં,જયપુર મુલાકાતના ચિત્રો અને વીડિયો નિર્માતા દ્વારા શેર કરવામાં આવ્યા હતા, જે ઇન્ટરેક્શન ઇવેન્ટની ઝલક આપે છે. ભરચક ઓડિટોરિયમથી લઈને કૉલેજના વિદ્યાર્થીઓમાં ઉર્જા અને ઉત્સાહ સુધી,‘ ઇઇઇ’ટીમે ઈવેન્ટને શાનદાર બનાવી હતી. આમ હૈદરાબાદ, બેંગ્લોર, વડોદરા, દિલ્હી, અમૃતસર, જયપુર, કોલકાતા અને વારાણસીથી લઈને દુબઈ સુધી, નિર્માતાઓએ જાેરશોરથી ફિલ્મનુ પ્રમોશન કર્યું છે. તમને જણાવી દઈએ કે, એસએસ રાજામૌલીએ ૧૮-૨૨ માર્ચ દરમિયાન ફિલ્મના પ્રમોશન માટે દેશના મોટા સંભવિત બજારોની મુલાકાત લેવાનુ આયોજન કર્યુ છે,ત્યારે આજે પ્રમોશનનો છેલ્લો દિવસ છે. એક બેન્ચમાર્ક સેટ કરીને એસએસ રાજામૌલીની ‘ ઇઇઇ’એ ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર સિવાય સ્ટાર-સ્ટડેડ લાઇનઅપનો સમાવેશ થાય છે. આ બે મેગા પાવર સ્ટાર્સ ઉપરાંત, અજય દેવગણ, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળશે, જ્યારે સમુથિરકાની, રે સ્ટીવેન્સન અને એલિસન ડુડી સહાયક ભૂમિકામાં સ્ક્રીન શેર કરતા જાેવા મળશે.

RRR-Team-in-jaipur.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *