મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક ભયાનક ટ્રક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે આ ગંભીર અકસ્માતમાં ૨૨ લોકો ઘાયલ થયા છે. અકસ્માત વૈજાપુર તાલુકાના લાસુર રોડ પર શિવરાઈ ફાટા પાસે થયો હતો. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે ૩ વાગે બે આઈશર ટ્રકો સામસામે અથડાયા હતા. ટ્રકમાં સવાર કેટલાક લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ઔરંગાબાદથી નાશિક જઈ રહ્યા હતા. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. જેમાં ચાર લોકોની સારવાર ઔરંગાબાદમાં જ્યારે બાકીના લોકોની નાસિકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં સૌથી ગંભીર બાબત એ છે કે મૃત્યુ પામનારાઓમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. જે બે ટ્રકો અથડાયા તેમાંથી એક ટ્રકમાં સવાર લોકો લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. મૃત્યુ પામેલા તમામ લોકો આ ટ્રકમાં સવાર હતા. ત્યારે હાલ ચાર લોકોના મોત થતાં લગ્ન સમારોહમાં માતમનો માહોલ સર્જાયો છે. અકસ્માત સમયે ટ્રકની સ્પીડ વધુ હોવાને કારણે અચાનક ચાલકનું સંતુલન બગડી ગયું હતું. જેના કારણે બંને ટ્રક એકબીજા સાથે અથડાયા જેને કારણે આ અકસ્માત થયો હતો. લગ્ન સમારોહમાં હાજરી આપવા જતા લોકો આ ટ્રકમાં સવાર હતા. જેમાંથી ૪ લોકોના મોત થયા છે,જ્યારે ૨૨ લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોની હાલ ઔરંગાબાદ અને નાસિકની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. લાસુર રોડ નજીક શિવરાઈ વિસ્તાર નજીક થયેલા આ અકસ્માત બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પછી નજીકના વૈજાપુર પોલીસ સ્ટેશનને માહિતી મળી. ત્યારબાદ સ્થાનિક નાગરિકો અને પોલીસની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થતાં આસપાસના વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી.
