મુંબઈ
ફિલ્મમેકર કરણ જાેહર તેની શાનદાર પાર્ટીઓ માટે પણ જાણીતો છે. કરણ જાેહર જ્યારે પણ પાર્ટી આપે છે ત્યારે તેની પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જાેવા મળે છે. હવે કરણ જાેહરે, ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વા મહેતા સાથે, નેટફ્લિક્સના વડા, બેલા બજારિયા માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ ભાગ લીધો હતો. કરણ જાેહરે મુંબઈમાં આ પાર્ટી આપી હતી, જેમાં આલિયા ભટ્ટ, રિતેશ સિધવાની, સારા અલી ખાન, રણવીર સિંહ, ફરહાન અખ્તર અને તેની પત્ની શિબાની દાંડેકર સહિત અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા. કરણ જાેહરની પાર્ટીમાં કયા સ્ટાર્સ આવ્યા હતા, ચાલો તમને જણાવીએ. કૃતિ સેનન પણ તેના સુંદર અને ગ્લેમરસ લુકમાં કરણ જાેહરની પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે લેધરનો ખૂબ જ સુંદર શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. માધુરી દીક્ષિત તેના પતિ રામ નૈને સાથે કરણ જાેહરની પાર્ટીમાં પહોંચી હતી. કરણ જાેહરની પાર્ટીમાં અનન્યા પાંડે પણ પહોંચી હતી. આ દરમિયાન તે વ્હાઈટ આઉટફિટમાં જાેવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સારા અલી ખાન પણ કરણ જાેહરની પાર્ટીનો ભાગ બની હતી. આ દરમિયાન તે યલો બ્લેઝરમાં જાેવા મળી હતી. કરણ જાેહરની પાર્ટીમાં જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ પહોંચ્યા હતા. રણવીર સિંહ પણ કરણ જાેહરની પાર્ટીનો ભાગ બન્યો હતો. જે હંમેશાની જેમ પોતાના શાનદાર લુકમાં જાેવા મળ્યો હતો.


