મુંબઈ
પરમબીર સિંહના નજીકના ગણાતા સંજય પુનમિયાએ બિઝનેસમેન શ્યામ સુંદર અગ્રવાલને ફસાવવા માટે ખાસ સોફ્ટવેરની મદદથી અંડરવર્લ્ડ ડોન છોટા શકીલનો અવાજ કાઢ્યો હતો. તપાસમાં આ બહાર આવ્યુ છે કે આ કોલ છોટા શકીલનો નહોતો પરંતુ એક સોફ્ટવેરની મદદથી છોટા શકીલનો અવાજ કાઢવામાં આવ્યો હતો. આ કોલને અવાજ આપવા માટે ફઁદ્ગ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વાતની કોઈને જાણ ન થાય તેની કાળજી લેવા પુનમિયાએ સાયબર નિષ્ણાતોની મદદ લીધી હતી. છોટા શકીલના નામ અને અવાજનો ફાયદો ઉઠાવવા માટે આરોપીઓ અને શકમંદોએ સાયબર નિષ્ણાતોની મદદ લેતા આ રિકવરી કેસમાં નવો વળાંક આવ્યો છે. આરોપીઓએ ફોન કોલનો અવાજ છોટા શકીલ જેવો જ બનાવવા માટે એક ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. અગ્રવાલ તરફથી પુનમિયાને આ ફોન કોલ કરવામાં આવ્યો હોય તેવી છાપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. અગ્રવાલના છોટા શકીલ સાથે ગાઢ સંબંધ હોવાનું સાબિત કરવા માટે આવું કરવામાં આવી રહ્યું હતું. શ્યામ સુંદર અગ્રવાલે ફરિયાદ નોંધાવ્યા બાદ પરમબીર સિંહ, સંજય પુનમિયા, બિલ્ડર સુનિલ જૈન, બે એસીપી રેન્કના અધિકારીઓ, એક ડીસીપી અને બે પોલીસ ઈન્સ્પેક્ટર સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં મુંબઈની મરીન ડ્રાઈવ પોલીસે પુનમિયા અને જૈનની પણ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આ મામલાની યોગ્ય તપાસ કરવા માટે જીૈં્ની રચના કરવામાં આવી હતી. જાે કે હાલ આ મામલો ઝ્રૈંડ્ઢને સોંપવામાં આવ્યો છે. જેમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. વેપારી શ્યામ સુંદર અગ્રવાલે તેમની ફરિયાદમાં કહ્યુ હતુ કે પરમબીર સિંહ અને તેના માણસો તેમને ફસાવવાનું કાવતરુ કરી રહ્યા છે. અગ્રવાલે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમના પર ૫૦ લાખ રૂપિયાની વસૂલાત કરવા અને પ્રોપર્ટી નામ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. એન્ટિલિયા કેસમાં પરમબીર સિંહની બદલી બાદ અગ્રવાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ સિંહ વિશે ફરિયાદ કરી હતી.
