Maharashtra

જેક્વેલિને કડકડાટ કન્નડ બોલીને વિક્રમ રોણાની ટીમને ચોંકાવી

મુંબઈ
કૌભાંડી સુકેશની સાથે નિકટતાના કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમના સકંજામાં આવ્યા બાદ જેક્વેલિન ફનાર્ન્ડિઝ મુશ્કેલીમાં મુકાઈ છે. બોલિવૂડમાં તેને ખાસ નવા પ્રોજેક્ટ મળતા નથી, પણ નિરાશ થયા વગર તેણે વિકલ્પો ઊભા કરી દીધા છે. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાન ઈન્ડિયા ફિલ્મ વિક્રમ રોણામાં જેક્વેલિનનો લીડ રોલ છે. ફિલ્મ મળ્યા બાદ જેક્વેલિન મહેનત કરવામાં પાછું વાળીને જાેતી પણ નથી. જેનો પુરાવો આપતાં શૂટિંગ દરમિયાન તે કડકડાટ કન્નડ બોલી હતી અને આખી ટીમને સરપ્રાઈઝ આપી હતી. જેક્વેલિન મોટા ભાગે હિન્દી ફિલ્મોમાં જાેવા મળી હતી. અગાઉ તે ક્યારેય કન્નડ બોલી નથી કે વાંચ્યું નથી. વિક્રમ રોણા ફિલ્મમાં ફાઈનલ થયા બાદ તે કન્નડ શીખી હતી અને ડિરેક્ટર અનુપ ભંડારી સમક્ષ કડકડાટ કન્નડ બોલીને તેણે બધાને ચોંકાવ્યા હતા. બાહુબલિ અને કેજીએફની સક્સેસ બાદ હિન્દી ફિલ્મો એટલે બોલિવુડ તેવી સંકુચિત વ્યાખ્યા બદલાઈ છે અને પાન ઈન્ડિયા ફિલ્મોનો યુગ શરૂ થયો છે. જેના ભાગરૂપે કન્નડ સ્ટાર કીચ્ચા સુદીપની ફિલ્મ વિક્રમ રોણા બની રહી છે. હિન્દી ઓડિયન્સને આકર્ષિત કરવા જેક્વેલિનનો સમાવેશ કરાયો છે. જાે કે જેક્વેલિનનો તેમાં લીડ રોલ નથી. તેના કેરેક્ટર્સને ફિલ્મ મેકર એક્સટેન્ટેડ કેમિયો ગણાવી રહ્યા છે. જેક્વેલિનના કેરેક્ટરના શૂટિંગ માટે ડિરેક્ટર અનુપે સ્ક્રિપ્ટ આપવાની સાથે ડિક્શન કોચની સુવિધા પણ રાખી હતી. જેક્વેલિનને મદદ કરવા માટે પ્રોમ્પટિંગની સુવિધા પણ રખાઈ હતી. જેક્વેલિનને કન્નડ બોલવામાં તકલીફ પડશે તેવું લાગતું હતું. જાે કે શૂટિંગના દિવસે જેક્વેલિનને માત્ર એક જ ટેકમાં સીન ઓકે કરી દીધો હતો. કન્નડ ન આવડતું હોવા છતાં તેણે હાવભાવ અને અવાજના ઉતાર-ચડાવને આવરી લીધા હતા.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *