Maharashtra

દીપિકા પાદુકોણની હમશકલ સોશિયલ મીડિયામાં જાેવા મળી

મુંબઈ
બોલીવુડની અનેક હસ્તીની આપણે હમશકલ જાેઈ હશે. જેમ કે કેટરીના કૈફ, સલમાન ખાન, ઋત્વિક રોશન. આ બધામાં બોલીવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણની હમશકલના ફોટોઝ હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યાં છે. રિજુતા ઘોષ ગેબ નામની આ યુવતીને જાેઈને ચાહકો પણ મૂંઝવણમાં છે, કારણ કે તે હુબહુ દીપિકા પાદુકોણ જેવી જ દેખાય છે. રિજુતાના ફોટાને સોશિયલ મીડિયામાં લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે રિજુતા એક ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. પ્રશંસકોએ રિજુતાના ફોટા જાેતાની સાથે જ તેની પોસ્ટ પર બધા તેને દીપિકાની લુકલાઈક કહી રહ્યા છે અને કેટલાક તેને દીપિકા પાદુકોણ વર્ઝન ૨.૦ કહી રહ્યા છે. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે રણવીર સિંહ પણ રિજુતાને જાેઈને દીપિકા હોવાનું સમજીને ભૂલ ખાઈ શકે છે. પીકુ સ્ટાર સાથે રિજુતાની અસાધારણ સામ્યતાની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે, જેણે દરેક લોકો મુંઝવણમાં મુકાયા છે. નેટીઝન્સે દીપિકાના પતિ રણવીર સિંહને પણ ઘણી કમેન્ટ્‌સમાં ટેગ કર્યા હતા અને તેમને દીપિકાની ડુપ્લિકેટની નોંધ લેવા કહ્યું હતું.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *