મુંબઈ
બોલિવૂડમાં અનેક હોરર ફિલ્મો બની ચૂકી છે. જેમાં મોટાભાગની ફિલ્મો દર્શકોને ડરાવવામાં નિષ્ફ્ળ રહી છે. જયારે અમૂક ફિલ્મોની સ્પેશિયલ ઈફેક્ટ અને મેકીંગ ટેક્નિકથી ઓડિયન્સ વચ્ચે સિનેમાઘરોમાં પણ ડરામણો માહોલ જાેવા મળ્યો છે. આગામી સમયમાં આવી રહેલી એક હોરર ફિલ્મ દર્શકોને ડરાવવા નહિ પરંતુ હસાવવા આવી રહી છે. કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સ્ટારર ફિલ્મ ‘ફોન ભૂત’નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. અનોખા એનિમેટેડ મોશન પોસ્ટર વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા કેટરિના કૈફે લખ્યું હતું કે, એક ભયાનક કોમેડી આવી રહી છે. આજે આ ફિલ્મની રિલીઝ ડેટ એનાઉન્સ કરવામાં આવશે. એક્સલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ તૈયાર થયેલી આ ફિલ્મનું નિર્દેશન ગુરમિત સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ ૧૫ જુલાઈના રોજ રિલીઝ થઈ શકે છે. કેટરિનાને સેન્ટર રોલમાં ચમકાવતી ફિલ્મ ‘ ફોન ભૂત’ દર્શકોને કેટલી મજા કરાવી શકે છે તે તો સમય જ કહેશે.


