Maharashtra

બેંગકોકમાં ફરાહ ખાને વખાણ કરતાં દીપિકા થઈ ગદગદ

મુંબઈ
ફરાહ ખાનની સાથે વેકેશન પર તેના ત્રણ સંતનાનો દિવા, આન્યા અને ઝાર છે. ફરાહે ટ્રાવેલિંગના અને હોટલના ફોટોગ્રાફ પણ શેર કર્યા છે. રીસેન્ટલી ફરાહે સોશિયલ મીડિયા પર બેંગકોકના સૌથી મોટા શોપિંગ સેન્ટર આઈકોનસિઆમનો ફોટોગ્રાફ શેર કર્યો હતો. દીપિકા થોડા મહિના અગાઉ ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડની એમ્બેસેડર બની છે. મોલમાં દીપિકાની એડવર્ટાઈઝમેન્ટના વખાણ થયા બાદ દીપિકાએ ફરાહ ખાનને પોતાની મા ગણાવી હતી. તેણે લખ્યું હતું કે, થેન્ક યુ મા. જ્યારે કોઈ મારો ભરોસો ન હતું કરતું ત્યારે તેં વિશ્વાસ રાખ્યો હતો. દીપિકાએ ફરાહ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મની રિલિઝ બાદ દીપિકાની ડીમાન્ડ વધી હતી અને તે ખૂબ ઝડપથી સ્ટ્રગલરના બદલે સ્ટાર બની ગઈ હતી. બાદમાં શાહરૂખ અને ફરાહ સાથે બીજી ફિલ્મ હેપ્પી ન્યૂ યરમાં દીપિકાએ કામ કર્યું હતું. ફિલ્મ મેકર ફરાહ ખાન હાલ ફેમિલી હોલિડે માટે થાઈલેન્ડ ગઈ છે. બેંગકોકના એક મોલમાં ફરાહે લક્ઝરી બ્રાન્ડની એડવર્ટાઈઝમેન્ટમાં દીપિકાને જાેઈ હતી. તેનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કરીને ફરાહે દીપિકાના વખાણ કર્યા હતા. ફરાહે તો માત્ર એટલું જ લખ્યું હતું કે, લૂકિંગ ગુડ બેબી. જવાબમાં દીપિકાએ લાંબી નોટ લખી હતી અને ફરાહને પોતાની મા ગણાવીને તે ગદગદ થઈ ગઈ હતી.

File-01-Page-30-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *