Maharashtra

મહારાષ્ટ્રમાં ૭ હજારથી વધુ નાપાસ વિદ્યાર્થીઓ પૈસા દઈને પાસ થયા

મહારાષ્ટ્ર
વર્ષ ૨૦૧૮માં લેવાયેલી પરીક્ષામાં પણ નાપાસ થયેલા ઉમેદવારો પાસેથી મોટા પાયે પૈસા ઉઘરાવવાના આરોપોની તપાસ હાલ ચાલી રહી છે. આ મામલાની તપાસના સંદર્ભમાં પૂણે સાયબર પોલીસ રાજ્ય પરીક્ષા પરિષદ દ્વારા આપવામાં આવેલી માહિતી અને પરીક્ષાના પરિણામોની સંપૂર્ણ તપાસ કરી રહી છે. આ જ તપાસ દરમિયાન સાયબર પોલીસને ૨૦૧૯-૨૦ની પરીક્ષાના પરિણામો અંગેના કૌભાંડની જાણ થઈ. પુણે સાયબર પોલીસના જણાવ્યા અનુસાર, ૨૦૧૯-૨૦ની પરીક્ષામાં કુલ ૧૬ હજાર ૫૯૨ ઉમેદવારો પાસ થયા હતા, પરંતુ જ્યારે પરીક્ષાના પરિણામોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે લગભગ ૭ હજાર ૮૦૦ ઉમેદવારો નાપાસ થયા હોવા છતા પાસ કરવામાં આવ્યા છે. શિક્ષણ પરિષદે હવે ર્નિણય લીધો છે કે વર્ષ ૨૦૧૩થી અત્યાર સુધીની ્‌ઈ્‌ ભરતીના પરિણામો સાચા છે કે નહીં તે તપાસવામાં આવે. રાજ્યની તમામ જિલ્લા પરિષદો, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી શાળાઓને આ મામલે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પુણે સાયબર પોલીસ હાલમાં ૨૦૧૮ અને ૨૦૨૦માં ્‌ઈ્‌ કૌભાંડની તપાસ કરી રહી છે. આ કૌભાંડ સામે આવતા હાલ ૨૦૧૩થી આ ભરતી પરીક્ષામાં કૌભાંડો થઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ કારણોસર છેલ્લા આઠ વર્ષના પરિણામ અને પ્રમાણપત્રો તપાસવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. છેલ્લા ૧૫ દિવસમાં રાજ્યના સાડા પાંચ હજાર શિક્ષકોએ તેમના પ્રમાણપત્ર મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ પરિષદને મોકલ્યા છે.આ કૌભાંડ સામે આવતાં જ ખાસ કરીને રાજ્યની પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં ખળભળાટ મચી ગયો છે.મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા કૌભાંડમાં દરરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હાલ આ પરીક્ષામાં નાપાસ થયેલા ૭ હજાર ૮૦૦ ઉમેદવારો પાસેથી પૈસા દઈને પાસ થયા હોવાનુ સામે આવ્યુ છે. તમને જણાવી દઈએ કે, પૂણે સાયબર પોલીસની તપાસમાં આ વાત સામે આવી છે. મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ ઓફ એક્ઝામિનેશન પુણે દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦માં લેવામાં આવેલી આ પરીક્ષામાં ૧૬ હજાર ૫૯૨ ઉમેદવારો પાસ જાહેર થયા હતા. તેમાંથી સાત હજાર આઠસો ઉમેદવારો પૈસા દઈને પાસ થયા હોવાનુ સામે આવતા હાલ ખળભળાટ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *