Maharashtra

મારા ભાઈ અને તેના મિત્રએ મને શારીરિક અડપલાં કર્યા હતા ઃ મોનિકા ડોગરા

મુંબઈ
બોલીવુડમાં તમે જાતિય સતામણીના ઘણાં કિસ્સાઓ સાંભળ્યાં હશે. તમે કામ માંગવા ગયેલી નવી અભિનેત્રી કે મોડેલ સાથે બનેલી કાસ્ટિંગ કાઉચની ઘટનાઓ વિશે પણ ઘણું સાંભળ્યું હશે. પણ આ કિસ્સો એ તમામ ઘટનાઓ કરતા અલગ અને ચોંકાવનારો છે. જેમાં અભિનેત્રી બીજા કોઈ નહીં પણ પોતાના જ ભાઈ સામે ચોંકાવનારા આક્ષેપો કર્યાં છે. સેક્સ્યુઅલ ડિઝાયર પર ફિલ્મ ‘રોક ઓન’ ફેમ મોનિકા ડોગરા ઘણીવાર પોતાનો અભિપ્રાય આપે છે. મોનિકા ડોગરાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન સેક્સુલિટી પર મોટો ખુલાસો કર્યો હતો.. જેણે માત્ર ફિલ્મ ઈન્ડસ્ટી જ નહીં, પણ ચાહકોને પણ આશ્ચર્યચકિત કર્યા હતા.. અમેરિકામાં જન્મેલી મોનિકાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની સેક્સુઆલિટી વિશે વાત કરતા કહ્યું કે તે પેન્સેક્સ્યુઅલ છે. તમે પણ આશ્ચર્ય પામશો કે પેન્સેક્સ્યુઅલ એટલે શું છે. અમે તમને મોનિકા ડોગરાના ઈન્ટરવ્યૂની સાથે સાથે પેન્સેક્સુઅ શું છે? તે વિશે પણ જણાવશું. સિંગર મોનિકા ડોગરાએ એવા ખુલાસા કર્યા છે કે જે જાણીને તમે કંપી ઉઠશો….બાળપણમાં મોનિકાના પિતરાઈ ભાઈએ તેની સાથે છેડતી કરી હતી. પિતરાઈ ભાઈ સિવાય તેના એક મિત્રએ પણ તેને સ્પર્શ કર્યું હતું. જ્યારે તે સૂતી ત્યારે પરિવારના મિત્રો તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતા હતા. કિરણ રાવની ફિલ્મ ‘ધોબી’ ઘાટમાં કામ કરી ચૂકેલી મોનિકા ડોગરાએ કહ્યું–પાર્ટી દરમિયાન તે નશામાં હતી.આ દરમિયાન મને એક છોકરી ખૂબ ગમતી હતી.તે છોકરી છોકરાની જેમ રહતી હતી. અત્યાર સુધી મને લાગતું હતું કે હું સેક્સ્યુઅલી સ્ટ્રેટ છું. પણ એ દિવસે મને સમજાયું કે હું મારી જાતને પણ ઓળખતી નથી. તે દિવસે મને કંઈક અલગ લાગ્યું અને મને ખૂબ જ આનંદ થયો. આ દરમિયાન મને લાગ્યું કે હું બાયસેક્સ્યુઅલ છું. તે સમયે મને ખબર નહોતી કે હું પેન્સેક્સ્યુઅલ છું. પરંતુ થોડા સમય પછી તેને પેન્સેક્સ્યુઅલ વિશે ખબર પડી. અભિનેત્રીએ ગયા વર્ષે કહ્યું હતું કે તે પેન્સેક્સ્યુઅલ છે. પેન્સેક્સ્યુઅલ શબ્દ તમારા માટે તદ્દન નવો હોશે.. જાે તમે પણ તેનો અર્થ જાણતા નથી, તો અમે તમને સરળ શબ્દોમાં પેન્સેક્સ્યુઅલનો અર્થ જણાવીશું. સાદી ભાષામાં કહીએ તો, પેન્સેક્સ્યુઅલ એટલે કે લૈંગિકતા જેમાં પ્રેમ માટે કોઈ ખાસ લિંગની જરૂર નથી. પેન્સેક્સ્યુઅલ છોકરો, છોકરી, ગે, ક્વિઅર, લેસ્બિયન અને ટ્રાન્સજેન્ડર કોઈની સાથે પણ પોતાના સંબંધ બાંધવામાં અચકાતા નથી.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *