Maharashtra

વૈષ્ણવી પ્રજાપતિ હવે મેરે સાંઈ સિરિયલમાં એન્ટ્રી કરશે

મુંબઈ
‘મેરે સાંઈઃ શ્રદ્ધા ઔર સબૂરી’ની આગામી એપિસોડમાં દર્શકોને ઉર્વશીના જીવનની ઝલક જાેવા મળશે. જે ડાન્સ પ્રત્યે શોખીન છે, પરંતુ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં તેણીનો પગ ગુમાવી બેસે છે. જાે કે તેના મક્કમ ઈરાદા અને સાંઈ બાબાની મદદથી તે દરેક પરિસ્થિતિમાંથી જીતી જાય છે. આ ટ્રેકમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ વૈષ્ણવી પ્રજાપતિ ઉર્વશીનું પાત્ર ભજવી રહી છે. આમાં ઉર્વશી એક ઉભરતી ડાન્સર છે, પરંતુ તેના કાકા તેની કળાને નીચી નજરે જુએ છે. જાે કે તેના પિતા તેને ટેકો આપે છે, પરંતુ તેની આર્થિક સ્થિતિને કારણે તમામ ર્નિણય તેના કાકા લે છે. આ અધિકારના કારણે ઉર્વશીના કાકા તેના લગ્નની ઉંમર પણ નક્કી કરે છે. પરિણામ એ આવે છે કે તેણે ડાન્સ પ્રત્યેનો પોતાનો જુસ્સો છોડવાનો ર્નિણય લેવો પડ્યો. જાે કે સાંઈ આ સાથે સહમત નથી અને તે ઉર્વશીને તેના જુસ્સાના માર્ગ પર ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. દરમિયાન જ્યારે ઉર્વશી ઉત્સાહિત થઈને શિરડીમાં શિવરાત્રિ નાટક મંડળમાં પરફોર્મ કરે છે, ત્યારે એક અકસ્માત થાય છે અને તેણીને પગમાં ગંભીર ઈજા થાય છે, જેના કારણે તેણી આખી જીંદગી માટે વિકલાંગ રહી જાય છે. પરંતુ આ અકસ્માત પછી પણ સાંઈ આ છોકરીમાં આશા જગાવે છે. સાંઈથી પ્રેરિત થઈને ઉર્વશીએ તમામ મુશ્કેલીઓને પાર કરી અને પોતાને એક પગે નૃત્યની તાલીમ આપી. તેના રોલ વિશે વાત કરતાં વૈષ્ણવી પ્રજાપતિ કહે છે કે, હું ઉર્વશીના પાત્રની ખરેખર પ્રશંસા કરીશ કારણ કે, તે ક્યારેય હાર માનતી નથી અને પ્રયત્ન કરતી રહે છે. હું મારા જીવનમાં પણ આ જ નિયમનું પાલન કરું છું. હું માનું છું કે કોઈ પણ વસ્તુમાં નિપુણ બનવા માટે સમય લાગે છે અને તેના માટે સમર્પણ અને ધીરજની પણ જરૂર છે.” વૈષ્ણવી આગળ કહે છે કે, આ વાર્તામાં આપણે જાેઈશું કે કેવી રીતે સાંઈ બાબા વારંવાર ઉર્વશીને તેના જુસ્સાને ન છોડવા અને તેના સપના પૂરા કરવા માટે આગળ વધવાની પ્રેરણા આપે છે.

Mere-Sai-Sony-Liv-Chennal-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *