Maharashtra

સલમાન ખાનની થપ્પડ ખાવી પણ મંજૂર હતી ઃ ઉમર રિયાસ

મુંબઈ
ઉમર રિયાસે આટલો પ્રેમ આપવા બદલ તેના ચાહકોનો આભાર માન્યો હતો. ઉમરે આ લાઈવ સેશન દરમિયાન બિગ બોસની ટીમનો પણ આભાર માન્યો હતો. તેણે કહ્યું, ‘મને તક આપવા બદલ આભાર. બિગ બોસના કારણે જ મને એક નવી ઓળખ મળી છે. ઉમરે સલમાન ખાન માટે આગળ કહ્યું કે- જાે મને શોમાં સલમાન ખાન દ્વારા ઠપકો આપ્યો હોત તો હું ખાઈ લેત. જાે સલમાન ખાને ગુસ્સામાં તેને થપ્પડ મારી હોત તો પણ ખુશીથી ખાઈ લેત. શોની કેટલીક યાદગાર ક્ષણો વિશે વાત કરતાં ઉમરે કહ્યું કે તે ઘણીવાર તેના મિત્ર અને સ્પર્ધક કરણ કુન્દ્રાને કહેતો હતો કે કેટલું સારું જાે હું અને તું ફાઈનલમાં સ્ટેજ પર એકસાથે ઊભા રહીએ અને સલમાન ભાઈએ આપણા બંનેના હાથ ઊંચા કરી વિજેતા જાહેર કરે. આ દરમિયાન ઉમરે કહ્યું કે, તેની ઈચ્છા હતી કે, તે બિગ બોસ ૧૫ની ટ્રોફી તેની સાથે ઘરે લઈ જાય પરંતુ તેમ થઈ શક્યું નહીં. તમને જણાવી દઈએ કે, બિગ બોસ ૧૫ શોમાં ઉમર રિયાસ ખૂબ જ મજબૂત સ્પર્ધક તરીકે ઉભરી આવ્યો હતો. જ્યારે તે શોમાં આવ્યો ત્યારે લોકો તેને અસીમ રિયાસના ભાઈ તરીકે ઓળખતા હતા. પરંતુ આ શોમાં તેણે પોતાની ખાસ ઓળખ બનાવી હતી. આ પછી ઉમર શોના સૌથી લોકપ્રિય સ્પર્ધકોમાંથી એક બની ગયો. ઉમરના શોમાંથી બહાર નીકળવાના સમાચાર જાહેર થયા તે પહેલા જ પંજાબી અભિનેત્રી અને બિગ બોસ એક્સ સ્પર્ધક હિમાંશી ખુરાનાએ ટ્‌વીટ કરીને બિગ બોસ પર ગુસ્સો ઠાલવ્યો હતો.બિગ બોસમાંથી બહાર થયા બાદ ઉમર રિયાઝના ફેન્સ ખૂબ જ નિરાશ છે. ચાહકોની સાથે, ઉમર રિયાસને પણ આશા હતી કે, તે બિગ બોસના ફિનાલેનો ભાગ બનશે. પરંતુ આ થઈ શક્યું નહીં. ઉમરની એક ભૂલ તેને ભારે પડી, જેનું પરિણામ એ આવ્યું કે તેને શોમાંથી બહાર આવવું પડ્યું. બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ ઉમરે લાઈવ સેશન દ્વારા તેના ફેન્સનો સંપર્ક કર્યો હતો. ઈન્સ્ટા લાઈવ દરમિયાન ચાહકો ઉમર રિયાસને સપોર્ટ કરતા જાેવા મળ્યા હતા અને ઘણો પ્રેમ વરસાવતા જાેવા મળ્યા હતા.

Bigg-Boss-Quarantine-Coronavirus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *