મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાના મુદ્દાએ રાજનીતિક હલચલ મચાવી દીધી છે. આ મામલે રવિવારે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવેલ અમરાવતીના સાંસદ નવનીત રાણાએ જેલના અધિકારીઓ પર જાતિવાદનો આરોપ લગાવ્યો છે. તેમણે આ મામલામાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાને ચિઠ્ઠી લખી છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે તેને એમ કહેતા પીવાનું પાણી ના આપવામાં આવ્યું કારણ કે તે નીચી જાતિથી છે. ઉલ્લેખનીય છે કે રાણા હાલના સમયે ભાયખલા મહિલા જેલમાં છે. અમરાવતીના સાંસદ નવનીત રાણાએ જેલમાં પોલીસ પર ગંભીર આરોપ લગાવતા ચિઠ્ઠીમાં લખ્યું કે મને એ કહેતા પાણી પીવા ના આપ્યું કે હું નીચી જાતિની છું. આ પછી જ્યારે હું રાત્રે બાથરૂમનો ઉપયોગ કરવા માંગતી હતી તો પોલીસ કર્મચારીઓએ મારી માંગણી પર ધ્યાન આપ્યું ન હતું. મને ફરીથી સૌથી ખરાબ ભાષામાં ગાળો આપવામાં આવી. મને બતાવવામાં આવ્યું કે તે તમારી જેવી નીચ જાતિ એટલે કે અનુસુચિત જાતિના લોકોને પોતાના બાથરૂમનો ઉપયોગ કરવા દેતા નથી. નવનીત રાણાએ આ પછી લખ્યું કે મને પુરો વિશ્વાસ છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના સ્પષ્ટ કારણોથી પોતાના હિન્દુત્વ સિદ્ધાંતોથી પુરી રીતે ભટકી ગઈ છે. કારણ કે તે સાર્વજનિક જનાદેશને દગો આપવા ઇચ્છે છે અને કોંગ્રેસ-એનસીપી સાથે ચૂંટણી પછી ગઠબંધન કરવા માંગતી હતી. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને બાંદ્રા કોર્ટે ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. મુંબઈ પોલીસે તેમના માટે પોલીસ કસ્ટડીની માંગણી કરી હતી. જાેકે કોર્ટે તે ફગાવી દીધી હતી. તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. એક અધિકારીએ જાણકારી આપી કે નવનીત રાણાને ભાયખલા મહિલા જેલમાં જ્યારે તેમના પતિને આર્થર રોડ જેલ મોકલવામાં આવ્યા છે. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાની જાહેરાત કરી હતી. આ પછી શિવસેનાના કાર્યક્રતા આક્રમક થઇ ગયા હતા અને તેમણે રાણાના નિવાસસ્થળ આગળ વિરોધ પ્રદર્શન કર્યું હતું.


