મુંબઈ
મહારાષ્ટ્રની એક વિશેષ અદાલતે ઝ્રમ્ૈં ને ૧૦૦ કરોડની ખંડણી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખનું નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી નેતા અનિલ દેશમુખ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. કોર્ટના વિશેષ ન્યાયાધીશ આર એન રોકડેએ સોમવારે તપાસ એજન્સી ઝ્રમ્ૈં ને આર્થર રોડ જેલમાં દેશમુખનું નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી. તમને જણાવવુ રહ્યુ કે, દેશમુખ હાલ આર્થર જેલમાં બંધ છે. ૩ માર્ચથી ઝ્રમ્ૈં અધિકારીને અનિલ દેશમુખને મળવાની મંજૂરી આપવામાં આવી છે.સીબીઆઈના અધિકારીઓ આગામી ત્રણ દિવસ સુધી તેમને મળી શકે છે. જાે કે સીબીઆઈ અધિકારીઓ એકલા દેશમુખનું નિવેદન નોંધશે નહીં. અધિકારીઓ આર્થર રોડ જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોસ્ટ કરાયેલ જેલ અધિકારીની હાજરીમાં નિવેદન રેકોર્ડ કરશે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, તત્કાલિન ગૃહ પ્રધાન દેશમુખે મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓને રેસ્ટોરન્ટ અને બારમાંથી દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાની ઉચાપત કરવાનું કહ્યુ હતુ. જાે કે દેશમુખે આ આરોપોને નકારી કાઢ્યા છે.પરમબીર સિંહે ઝ્રસ્ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આક્ષેપો કર્યા હતા. જે બાદ ફરિયાદના આ પત્ર સાથે એડવોકેટ જયશ્રી પાટીલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ સાંભળ્યા બાદ કોર્ટે સીબીઆઈને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.હાલ એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે જાે તેમની તપાસમાં કંઈક સામે આવે તો હ્લૈંઇ પણ નોંધાઈ શકે છે. મુંબઈની વિશેષ અદાલતે મંગળવારે બરતરફ કરાયેલા પોલીસકર્મી રિયાઝુદ્દીન કાઝીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. કાઝીએ ગયા વર્ષે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક એક વાહનમાં વિસ્ફોટકો મળવા અને મનસુખ હિરેનની હત્યામાં તેની કથિત ભૂમિકાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.


