Maharashtra

સૈફ અલી ખાને પરિવારની સાથે ધામધૂમથી બર્થ ડે સેલિબ્રેટ કર્યો

મુંબઈ
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો આજે જન્મદિવસ છે. એક્ટર આજે પોતાનો ૫૩મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. બધા લોકો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. બીજી તરફ એક્ટરે હંમેશાંની જેમ પોતાના પરિવારની સાથે પોતાનો ખાસ દિવસ સેલિબ્રેટ કર્યો. સોશિયલ મીડિયા પર સૈફ અલી ખાનના બર્થ ડે સેલિબ્રેશનની કેટલીક તસવીર વાયરલ થઈ છે, જેમાં એક્ટરને પરિવારની સાથે જાેઈ શકાય છે. એક્ટરની બહેન સબા અલી ખાન પટૌડીએ આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને અભિનેતાને બર્થ ડે વિશ કરી છે. સૈફ અલી ખાન પોતાના નાના દીકરા જેહ અને બહેન સબા અલી ખાનની સાથે પોઝ આપે છે. સૈફ અલી ખાનની સાથે તેની બંને બહેન સબા અને સોહા અલી ખાન છે. સોહા અલી ખાનની સાથે પોઝ આપતા સૈફ અલી ખાને બર્થ ડે કેક પણ ખાધી. મોટા દીકરા ઈબ્રાહિમ અલી ખાન અને નણદોય કુણાલ ખેમુની સાથે વાતચીત કરતો જાેવા મળી રહ્યો છે સૈફ અલી ખાન. બર્થડે પર સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાનની સાથે પોઝ આપ્યા. આ દરમિયાન સોહા વ્હાઈટ ડોટેડ ટોપ અને ડેનિમમાં જાેવા મળી. સારા અલી ખાન આ સેલિબ્રેશનમાં નહોતી. આવામાં તેણે હંમેશાંની જેમ સારા અલી ખાને પોતાના પિતાને વિશ કરવા માટે ક્યુટ થ્રોબેક તસવીર શેર કરી. સારાએ પોતાના પિતાને બર્થ ડે વિશ કરતા કેપ્શનમાં લખ્યું- હેપ્પી બર્થડે અબ્બા જાન. મેં હંમેશાં આપકી ફર્સ્ટ ચૈર રહુંગી.ઈંડેડીગર્લ ઈંફાધરડોટર સારા અને સૈફની આ ખાસ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ સહિત બોલિવૂડ સ્ટાર્સ પણ સારાની પોસ્ટ પર કમેન્ટ કરી સૈફને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *