Uttar Pradesh

ભાજપ યુપીમાં મોટી સંખ્યામાં યુપી નગર નિગમની ચુંટણીમાં મુસ્લિમોને ટિકિટ અપાશે

લખનૌ
ઉત્તરપ્રદેશમાં આ વર્ષના અંતમાં નગર નિગમની ચુંટણી યોજાનાર છે અને ભાજપે આ ચુંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.ભાજપ આ વખતે નગર નિગમની ચુંટણીમાં મુસ્લિમોને મોટા પ્રમાણમાં ટિકિટ આપવા જઇ રહી છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચૌધરી ભુપેન્દ્ર સિંહે એક નિવેદનમાં કહ્યુું હતું કે નગર નિગમની ચુંટણીમાં ભાજપ લધુમતિ સમુદાયના ઉમેદવારોને પણ ટિકિટ આપશે. ભાજપના લધુમતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ બાસિત અલીએ પણ કહ્યું છે કે પાર્ટી મુસ્લિમોને ટિકિટ આપશે.અલીએ કહ્યું કે લગભગ ૧૨૦૦ વોર્ડ એવા છે જયાં લધુમતિ સમુદાય સમાજ નિર્ણાયક છે અથવા ત્યાં અન્ય કોઇ સમાજ નથી આ વખતે ભાજપે નક્કી કર્યું છે કે આવા વોર્ડોમાં એક ઉમેદવાર આપી પાર્ટીના પ્રતિક પર લડાવવામાં આવે. બાસિત અલીએ કહ્યું કે ગત આઠ વર્ષો દરમિયાન મોદીના કરિશ્માઇ નેતૃત્વમાં લધુમતિ સમાજ ભાજપથી જાેડાયેલ છે અને યુપીની અંદર લગભગ સાડા ચાર કરોડ લાભાર્થી લધુમતિ સમાજના છે જેની દરેક બુથ પર હાજરી લગભગ ૧૦૦ની સંખ્યામાં છે આ જે ૧૦૦ની સંખ્યા છે તે મતમાં પરિવર્તિત થાય જાે આ મત આપશે તો ૨૦૨૪માં પણ મત આપશે અને તેની સીધી અસર ભાજપને થશે. અલીએ કહ્યું કે ભાજપ ગરીબો શોષિતો અને વંચિતો માટે કામ કરી રહી છે અને દીન દયાલ ઉપાધ્યાયના માર્ગ પર ચાલી રહી છે અલીએ કહ્યું કે આ વખતે સમગ્ર દેશ જાેશે કે યુપીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ જીતીને આવશે બાસિતે વિરોધ પક્ષ પર પ્રહારો કરતા કહ્યું કે ભાજપ તુષ્ટિકરણની રાજનીતિ કરતી નથી જયારે વિરોધ પક્ષો તુષ્ટિકરણની રાજનીતિ કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *