Uttar Pradesh

યુપી પોલીસ કોન્સ્ટેબલ મહિલા સાથે અશ્લીલ હરકત કરતો વિડીયો વાયરલ

લખનઉ
ઉત્તર પ્રદેશ પોલીસ પર ઘણીવાર દાગ લાગી ચુક્યા છે. ક્યારેક ગેરકાયદે વસૂલી તો ક્યારેય ગુનેગારોને સંરક્ષણ આપવાના આરોપ વચ્ચે હવે એક સિપાહી પર ગેરકાયદેસર સંબંધનો આરોપ લાગ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સિપાહી પતિ-પત્ની વચ્ચે ઝગડાનો ઉકેલવા ગયો હતો. આ દરમિયાન તે પીડિતાને દિલ આપી બેઠો. સિપાહી અને મહિલા વચ્ચે ગેરકાયદેસર સંબંધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુપી પોલીસ વિભાગની છબી ખરાબ કરનાર આ અશ્લીલ વીડિયોમાં એક મુખ્ય કોન્સ્ટેબલ મહિલાની સાથે અશ્લીલ હરકત કરતો જાેવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પોલીસ હવે આ વીડિયોમાં જાેવા મળી રહેલી મહિલા વિશે જાણકારી મેળવવામાં લાગી છે. ૯ સેકેન્ડના આ વીડિયોમાં મુખ્ય કોન્સ્ટેબલ એક મહિલાની સાથે બંધ રૂમમાં અશ્લીલ હરકત કરતો જાેવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા એસપી દિનેશ ત્રિપાઠીએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે. પોલીસે જણાવ્યું કે વાયરલ વીડિયો બે વર્ષ જૂનો છે. આરોપી કોન્સ્ટેબલ કોતવાલી ગંગા ઘાટમાં તૈનાત હતો. કેટલાક મહિના બાદ તેની બદલી ઉન્નાવથી બાંગરમઉ કોતવાલી કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે સતત પોતાની નોકરી કરી રહ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. તો વિભાગીય તપાસની સાથે પોલીસની ટીમ આ મહિલાને શોધી રહી છે.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *