Uttar Pradesh

મહિલાઓ માટે રાજકારણમાં ઉત્તરપ્રદેશે પ્રાધાન્ય આપ્યું છે આઝાદી પછી સરોજિની નાયડુને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા

ઉત્તરપ્રદેશ
દેશના રાજકીય પ્રભાવની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશનું મહત્ત્વનું સ્થાન છે અને આ રાજ્યે આપણને પ્રથમ વડાપ્રધાનથી લઈને વર્તમાન વડાપ્રધાન સુધીના એકંદરે સૌથી વધુ વડાપ્રધાનો આપ્યા છે. મહિલા દિવસ પર અમે તમને જણાવીશુ કે ઉત્તર પ્રદેશની રાજનીતિમાંથી તે ૮ રેકોર્ડ જે મહિલાઓએ બનાવ્યા છે અને પોતાની ક્ષમતા સાબિત કરી છે. દેશને આઝાદી મળ્યાને ૭૫ વર્ષ થઈ ગયા છે, પરંતુ મહિલા સમાજ હજુ પણ રાજકીય સ્તરે પુરતો દરજ્જાે પ્રાપ્ત કરી શક્યો નથી. આ બાબતમાં આપણે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે. ભારતની મહિલાઓના નામે અસંખ્ય રેકોર્ડ નોંધાયેલા છે, પરંતુ આજે અમે ઉત્તર પ્રદેશના રાજકારણ સાથે જાેડાયેલા ૮ રેકોર્ડ વિશે જણાવીશું જે મહિલાઓના નામે નોંધાયેલા છે. દેશની પ્રથમ મહિલા મુખ્યમંત્રીનો રેકોર્ડ ઉત્તર પ્રદેશના નામે નોંધાયેલો છે. બંગાળના વતની અને કરનાલ માં જન્મેલા સુચેતા કૃપલાણીને દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયેલુ છે. દેશની આઝાદી માટે લડનાર સુચેતા કોંગ્રેસમાં જાેડાઈ હતી.૧૯૪૬માં તેઓ બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટાયા. ત્યારબાદ ૧૯૪૯માં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રતિનિધિ તરીકે ચૂંટાયા.આઝાદી મળ્યા બાદ તેઓ દિલ્હીથી સાંસદ બન્યા હતા.બાદમાં ૧૯૬૨માં કાનપુરથી ધારાસભ્ય બન્યા, ત્યારબાદ તેને રાજ્યમાં શ્રમ, સમુદાય વિકાસ અને ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૬૩માં બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં સુચેતા કૃપલાણીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. આ સાથે તેઓ દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા અને લગભગ ૪ વર્ષ સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. આ રેકોર્ડ પણ ઉત્તર પ્રદેશના નામે નોંધાયેલો છે કે તેણે દેશને પ્રથમ મહિલા રાજ્યપાલ આપ્યા. આઝાદી પછી સરોજિની નાયડુને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા અને તેઓ આ પદ સંભાળનાર દેશના પ્રથમ મહિલા નેતા બન્યા.સરોજિની દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સતત સામેલ હતા અને ત્યારબાદ ૧૯૨૫માં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. આઝાદી મળ્યા પછી વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવાનો ર્નિણય કર્યો અને ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ તેમણે આ પદ સંભાળ્યુ.જાે કે, ૨ માર્ચ ૧૯૪૯ ના રોજ તેનું અવસાન થતાં તે લાંબા સમય સુધી ગવર્નર પદ પર રહી શક્યા નહીં. દેશને પ્રથમ દલિત મહિલા મુખ્યમંત્રી આપવાનો રેકોર્ડ ઉત્તર પ્રદેશના ખાતામાં નોંધાયેલો છે. દેશના ઈતિહાસમાં વર્ષ ૧૯૯૫માં ૩ જૂનનો દિવસ એ સોનેરી દિવસો તરીકે નોંધાયો હતો જ્યારે રાજ્યમાં પ્રથમ વખત કોઈ દલિત મહિલાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી અત્યાર સુધીમાં ચાર વખત યુપીના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. બસપાના વડા માયાવતીના નામે વધુ એક રેકોર્ડ છે. તેઓ દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે જેમણે આ પદ માટે ૪ વખત શપથ લીધા છે. સૌથી વધુ ૫ વખત શપથ લેવાનો રેકોર્ડ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નામે છે, પરંતુ માયાવતીએ પ્રથમ ૪ વખત શપથ લીધા હતા. આવી સ્થિતિમાં આ રેકોર્ડ પણ યુપીના નામે છે. માયાવતીના નામે વધુ એક અજાેડ રેકોર્ડ નોંધાયેલો છે, જે આવનારા વર્ષોમાં તૂટવાની શક્યતા નથી. દેશમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેલા દલિત નેતાની વાત કરીએ તો તે માયાવતી છે. દેશના ૭૫ વર્ષના ઈતિહાસમાં ૮ દલિત મુખ્યમંત્રી બન્યા છે. ગયા વર્ષે ચરણજીત સિંહ ચન્નીના રૂપમાં પંજાબને પ્રથમ અને દેશને આઠમા દલિત મુખ્યમંત્રી મળ્યા હતા.૪ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા માયાવતીએ કુલ ૨૫૬૨ દિવસ મુખ્યમંત્રી પદનો કાર્યભાળ સંભાળ્યો હતો. ઉત્તર પ્રદેશને દેશને પ્રથમ મહિલા દલિત મુખ્યમંત્રી આપવામાં ઘણો સમય લાગ્યો હશે. પરંતુ દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન આપવામાં સમય નથી લાગ્યો. ઉત્તર પ્રદેશે આઝાદીના માત્ર ૨૦ વર્ષમાં જ ઈન્દિરા ગાંધીના રૂપમાં દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન આપ્યા. ઈન્દિરા ગાંધી દેશના ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.આયર્ન લેડી તરીકે પ્રખ્યાત ઈન્દિરા ગાંધીએ લગભગ ૧૫ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *