Uttar Pradesh

કેરળમાં ૯૪ ટકા પોઝીટીવ સેમ્પલમાં ઓમિક્રોન વાયરસ મળ્યા

ઉતરપ્રદેશ
જાન્યુઆરીમાં જીનોમ સિક્વન્સિંગ કરાવનારા કોવિડ-પોઝિટીવ સેમ્પલમાંથી ૭૫ ટકા ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જણાયું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, ડેલ્ટા વેરિઅન્ટ હજુ પણ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં કોરોનાના ૫૧,૭૩૯ નવા કેસ નોંધાયા છે. તેમજ ૪૨,૬૫૩ દર્દીઓ સાજા થયા છે અને ૧૧ દર્દીઓના મોત થયા છે. સક્રિય કેસોની સંખ્યા ૩,૦૯,૪૮૯ છે અને મૃતકોની સંખ્યા ૫૨,૪૩૪ છે. વીણા જ્યોર્જે મીડિયાને કહ્યું કે આવતા અઠવાડિયામાં કેસ વધુ વધી શકે છે અને આ લગભગ ત્રણ અઠવાડિયા સુધી ચાલી શકે છે. આ પછી જ લોકોને રાહત મળવાની આશા છે. રાજ્યના શિક્ષણ પ્રધાન વી. શિવંકુટ્ટીએ જણાવ્યું કે, કોરોનાને કારણે માત્ર ધોરણ ૧૦થી ૧૨માં જ ઑફલાઈન વર્ગો હશે, જ્યારે અન્ય તમામ વર્ગો ઑનલાઈન હશે. તેમણે એમ પણ કહ્યું કે શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફે દરરોજ શાળામાં આવવું જાેઈએ. રાજ્યના સ્થાનિક સ્વરાજ્ય મંત્રી એમ.વી. ગોવિંદને સ્થાનિક સંસ્થાઓના અધિકારીઓને કોવિડ અસરગ્રસ્તોને તમામ સહાય પૂરી પાડવા જણાવ્યું હતું.કેરળમાં કોરોના રોગચાળો વધી રહ્યો છે અને રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના નિવેદનથી લોકોનું ટેન્શન વધી ગયું છે. તેમણે કહ્યું કે, કોવિડ પોઝિટિવ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ સતત કરવામાં આવી રહી છે અને અમને જાણવા મળ્યું કે અત્યાર સુધી પરીક્ષણ કરાયેલા સેમ્પલમાંથી લગભગ ૯૪ ટકા ઓમિક્રોન વેરિઅન્ટ છે અને ૬ ટકા ડેલ્ટા વેરિઅન્ટ છે. તેમણે એમ પણ કહ્યું કે ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના ૫૧,૭૩૯ કેસ નોંધાયા છે, જ્યાં વિદેશથી આવેલા ૮૦ ટકા પ્રવાસીઓમાં ઓમિક્રોનથી સંક્રમિત છે અને ૨૦ ટકામાં ડેલ્ટા વેરિઅન્ટ મળ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યના ચાર ટકાથી ઓછા કોવિડ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. જેઓને દાખલ કરવામાં આવ્યા હતા, તેમાંથી એક ટકાથી ઓછા લોકોને ઓક્સિજનની જરૂર પડી હતી. કોવિડ પોઝિટીવ દર્દીઓમાંથી, ૩.૬ ટકા દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને તેમાંથી ૦.૭ ટકાને ઓક્સિજન બેડની જરૂર છે અને ૦.૬ ટકાને ૈંઝ્રેંની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *