Maharashtra

મહારાષ્ટ્રમાં વાઈનને લઈ ભાજપ અને શિવસેના આમને-સામને

મુંબઈ
રાજ્ય સરકાર દ્વારા મોલ, સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં વાઇન વેચવા માટે પરવાનગી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, રાજ્ય કેબિનેટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. જાે કે આ માટે શરત એ છે કે દુકાનનું કદ એક હજાર ચોરસ ફૂટથી વધુ હોવુ જાેઈએ. મહારાષ્ટ્ર સરકારના આ ર્નિણયનો હાલ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપ તરફથી કહેવામા આવી રહ્યુ છે કે, સરકાર પેટ્રોલ અને ડીઝલ સસ્તુ કરવાને બદલે વાઈનના વેચાણ માટે સુવિધા આપી રહી છે.ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા રાજ્ય સરકારે ચંદ્રપુર જિલ્લામાં દારૂબંધી હટાવી લીધી હતી. તેના પરનો વિરોધ પણ હજુ શાંત થયો ન હતો કે હવે મોલ, સુપર માર્કેટ અને કરિયાણાની દુકાનોમાં વાઈનના વેચાણને મંજૂરી આપતા હાલ વિવાદ વધુ વણસ્યો છે. ભાજપનુ કહેવુ છે કે, દારૂના વેચાણમાંથી આવક વધારવા માટે સરકારે આ ર્નિણય લીધો છે. જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર ખેડૂતોને ફાયદો થાય તે માટે આ ર્નિણય લીધો હોવાનુ જણાવી રહી છે. દ્ગઝ્રઁના પ્રવક્તા અને મંત્રી નવાબ મલિકે આ મામલે કહ્યુ હતુ કે, ‘વાઇનરી ખેડૂતોના ફળ ઉત્પાદન પર કામ કરે છે. જેથી આ બહુ મહત્ત્વનો ર્નિણય છે.શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપના વિરોધને ખોટો ગણાવ્યો છે. તેમણે આ વિરોધને ખેડૂતો સાથેની દુશ્મનાવટ ગણાવતા કહ્યુ કે, વાઈનરી ઉદ્યોગ મોટાભાગે દ્રાક્ષ, ચીકુ, જામફળ પર ર્નિભર છે. ખેડૂતો જે ફળો ઉગાડે છે તેમાંથી વાઇન બનાવવામાં આવે છે. ખેડૂતોના હિતમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. ખેડૂતોના હિત માટે સાહસિક ર્નિણયો લેવા પડશે. જે લોકો આ ર્નિણયનો વિરોધ કરી રહ્યા છે તેઓ ખેડૂતોના દુશ્મન છે.આ ર્નિણયનો વિરોધ કરતાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે આ મહારાષ્ટ્ર છે કે મદ્ય રાષ્ટ્ર ? કોરોનાના સમયગાળા દરમિયાન રાજ્ય સરકારે ખેડૂતો અને ગરીબો માટે એક પણ મદદની જાહેરાત કરી નથી. તેઓ માત્ર દારૂની જ ચિંતા કરે છે. પેટ્રોલ અને ડીઝલ મોંઘા અને દારૂ સસ્તો થઈ રહ્યો છે. નવાબ મલિકને આ ર્નિણયની જાહેરાત કરવાની જવાબદારી આપવા પાછળનું કારણ શું છે ?

Wine-Maharashtra-Mumbai.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *