International

અમેરિકાના આઈલેન્ડની મહિલા નેતાએ બિકીનીમાં અશ્લીલ ડાન્સ કરતા ટ્રોલ થઈ

વોશિંગ્ટન
મહિલા નેતાને બિકિની પહેરીને અશ્લીલ ડાંસ કરવો ભારે પડી ગયો છે. મહિલાના આ અભદ્ર ડાંસને લઈને લોકો તેને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. તેની ટીકા થઈ રહી છે. લોકોને મહિલા સેનેટરની આ સ્ટાઈલ બિલકુલ પસંદ ન આવી અને તેઓ મહિલા નેતાને ટ્રોલ કરવા લાગ્યા. યુએસએના રોડ આઇલેન્ડની સેનેટર ટિયારા મેકે લોકોનુ ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે બિકિની પહેરીને ડાંસ કર્યો હતો પરંતુ આ દાવ ઉલટો પડી ગયો હતો. ટિયારા મેકનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ટિયારાએ પોતે આ વીડિયો ટિક ટોક પર અપલોડ કર્યો છે. જેમાં તે કલરફુલ બિકિનીમાં જાેવા મળી રહી છે. રોડ આઇલેન્ડના ડિસ્ટ્રિક્ટ ૬નુ પ્રતિનિધિત્વ કરતી ટિયારા મેક બિકિની પહેરીને સ્ટંટ કરી રહી છે. હેન્ડ સ્ટંટ કરતી વખતે તેણે કેટલાક ડાંસ સ્ટેપ્સ કર્યા. જેના પછી લોકો તેને નિશાન બનાવી રહ્યા છે. ટિક ટોક પર અપલોડ કરાયેલા આ વીડિયોમાં તે ઉંધા માથે ડાંસ કરી રહી છે. ટિકટોક પર આ વીડિયો અપલોડ કરતી વખતે ટિયારા મેકે લખ્યુ, એક મહિલા સેનેટર બ્લોક આઈલેન્ડ તરફ લોકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયોના અંતે તે કેમેરાની નજીક આવે છે અને કહે છે કે વોટ સેનેટર મેક. તમને જણાવી દઈએ કે પોતાના ચૂંટાયેલા સેનેટરને આ રૂપમાં જાેઈને લોકો ગુસ્સે થઈ ગયા. લોકો તેની ખૂબ ટીકા કરી રહ્યા છે. કોઈએ કમેન્ટ કરીને લખ્યુ કે સેનેટરને ટૂંકા કપડામાં જાેઈને શરમ આવે છે. તો કોઈએ તેમને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી. લોકોની ટિપ્પણીઓથી નેતા ગભરાઈ નહિ પરંતુ તેણે બીજાે વીડિયો અપલોડ કર્યો અને ટ્રોલ કરનારાઓને જવાબ આપ્યો કે હું એક શિક્ષિત મહિલા છુ. મારી પાસે ૈંફરૂ ડિગ્રી છે અને હું ચૂંટાયેલ રાજ્ય સેનેટર છુ. આવી સ્થિતિમાં મારા ડ્રેસને મારા કામ સાથે કોઈ લેવાદેવા નથી. ટિયારા રોડ આઇલેન્ડની પ્રથમ મહિલા સેનેટ છે જે તેના પોતાના, ન્ય્મ્‌ઊમાંથી આવે છે. આ ચૂંટણીમાં તેમને ૬૦ ટકા વોટ મળ્યા હતા. રાજકારણમાં જાેડાતા પહેલા તેણે ન્યૂ ઇંગ્લેન્ડમાં પ્લાન્ટ પેરેન્ટહૂડમાં સામાજિક કાર્યકર તરીકે કામ કર્યુ હતુ. સેનેટની આ વીડિયો ક્લિપને ટિકટોક પર ૬૦૦૦૦થી વધુ લોકોએ જાેઈ હતી. જ્યારે ટિ્‌વટર પર તેને ૨૦ લાખથી વધુ લોકો જાેઈ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *