અમેરિકા
અમેરિકામાં ૫જી કોમ્યુનિકેશન ટેક્નોલોજી લાગુ થવાને કારણે એરલાઈન ૧૯ જાન્યુઆરીથી પ્રભાવિત થશે અને તેમાં ફેરફાર પણ જાેવા મળશે. વાસ્તવમાં અમેરિકામાં આજથી જ કોમ્યુનિકેશન માટે ૫જી ટેક્નોલોજી શરૂ થઈ રહી છે. જેની સીધી અસર વિમાનોના આગમન પર પડી શકે છે. એરલાઈન ઈન્ડસ્ટ્રીનું કહેવું છે કે આની ખરાબ અસર થઈ શકે છે અને ૫ય્ ટેક્નોલોજી એરલાઈન્સના કામમાં દખલ કરી શકે છે. આ કંપનીઓનું કહેવું છે કે રનવે પર ૫ય્ ટેક્નોલોજીની એન્ટ્રી ન હોવી જાેઈએ. કંપનીઓએ એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે ૫ય્ ટેક્નોલોજી એરક્રાફ્ટના એન્જિન અને બ્રેકિંગ સિસ્ટમને લેન્ડિંગ મોડમાં જતા અટકાવી શકે છે. આવી સ્થિતિમાં વિમાનોના લેન્ડિંગમાં સમસ્યા આવી શકે છે.અમેરિકી એરપોર્ટ્સ પર ૫ય્ ઇન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત થવાને કારણે અમેરિકાની ફ્લાઇટ્સ પર બ્રેક લાગી શકે છે. આ ટેક્નોલોજીના અમલથી ભારતીય એરલાઇન કંપની એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પણ અસર પડી છે. એર ઈન્ડિયાએ અમેરિકાની ફ્લાઈટ રદ કરી છે. તે જ સમયે, એર ઈન્ડિયા સિવાય, દુબઈની અમીરાત એરલાઈન્સે પણ અમેરિકા જતી ફ્લાઈટ્સ રદ કરી છે. ૫ય્ ટેક્નોલોજીના કારણે એરલાઇન કંપની એર ઇન્ડિયાએ ૧૯ જાન્યુઆરી એટલે કે આજથી ભારતથી અમેરિકા જતી એરક્રાફ્ટની સેવામાં કાપ મૂકવાનું કહ્યું છે. એર ઈન્ડિયાએ બુધવારે એટલે કે આજે અમેરિકાની કેટલીક ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. એર ઈન્ડિયા દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં એર ઈન્ડિયાએ તે વિમાનો વિશે પણ માહિતી આપી છે, જે અમેરિકા જવાના હતા અને હવે રદ કરવામાં આવ્યા છે. એર ઈન્ડિયાએ ટ્વીટ કરીને લખ્યું, ‘અમેરિકામાં ૫ય્ કોમ્યુનિકેશન્સને કારણે, અમે ૧૯ જાન્યુઆરીએ કેટલીક ફ્લાઈટ્સનું સંચાલન નહીં કરીએ. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે માત્ર એર ઈન્ડિયાના વિમાન જ ઉડાન ભરી રહ્યા છે. પરંતુ આજથી તે બદલાઈ જશે. એર ઈન્ડિયાએ અન્ય એક ટિ્વટમાં જણાવ્યું કે ૧૯ જાન્યુઆરીએ દિલ્હીથી વોશિંગ્ટન જતી ફ્લાઈટ છૈં૧૦૩ તેના નિર્ધારિત સમય પર રવાના થશે. જાે કે અન્ય કેટલીક ફ્લાઈટને અસર થશે.


