વોશીંગ્ટન
વાયરલ વીડિયોમાં તમે જાેઇ શકો છો કે, ક્લાસરૂમમાં બે છોકરીઓ શિક્ષકની ગેરહાજરીમાં કંઇક એવું કરે છે જે જાેઇન તમે પોતાને હસવાથી રોકી શકશો નહીં. વીડિયોમાં તમે જાેઇ શકો છો કે ક્લાસરૂમમાં શિક્ષક નથી. આ દરમિયાન જ્યાં અન્ય વિદ્યાર્થીનીઓ ભણવામાં વ્યસ્ત છે. ત્યાં બે વિદ્યાર્થીનીઓનું ધ્યાન અન્ય એક વસ્તુ પર છે. છેલ્લી બેંચ પર બેસેલી આ બંને વિદ્યાર્થીનીઓઓ ભણવાની જગ્યાએ એક રમુજી કામ કરતી જાેવા મળી રહી છે. જુઓ વીડિયો. વીડિયોમાં તમે જાેઇ શકો છો કે, બંને વિદ્યાર્થીનીઓ છેલ્લી બેંચ પર બેસીને લંચ કરી રહી છે. સૌથી રમુજી વાત એ છે કે, બંને વિદ્યાર્થીઓના ચહેરા પર શિક્ષકના આવી જવાનો ડર પણ દેખાઈ રહ્યો છે. પરંતુ ક્લાસના દરવાજા પાસે જાેઇ જાેઇને ચોરી ચોરી લંચ કરતી જાેવા મળી રહી છે. આ વીડિયો જાેઇને તમે તમારી જાતને હસવાથી રોકી શકશો નહીં. આ રમુજી દ્રશ્ય કોઈ વિદ્યાર્થીનીએ પોતાના કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. હાલ આ વીડિયો ક્યાંનો છે તેની જાણકારી મળી નથી. વીડિયોને ખ્તરટ્ઠહંટ્ઠટ્ઠ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.સોશિયલ મીડિયામાં અવારનવાર સ્કૂલ-કોલેજ અને વિદ્યાર્થીઓનો રમુજી વીડિયો વાયરલ થતા રહે છે. એવામાં સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જે જાેયા બાદ તમને તમારા સ્કૂલના દિવસો યાદ આવી જશે. આ વીડિયોમાં બે વિદ્યાર્થીનીઓ એક એવી હરકત કરતી જાેવા મળી રહી છે. જે હરકત મોટાભાગે દરેક વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં કરતા હયો છે.
