International

બે સપ્તાહ બાદ શ્રીલંકામાં ઇમરજન્સી હટી

કોલંબો
શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં આર્થિક સંકટ માટે ઘણા લોકો રાજપક્ષે પરિવારને દોષી માને છે. આ કારણે રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરતા લોકો રસ્તા પર ઉતર્યા અને આ દરમિયાન હિંસા થઈ હતી. તેને જાેતા રાષ્ટ્રપતિ ગોટબાયાએ દેશમાં ઈમરજન્સી લાગૂ કરવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી પદેથી મહિન્દા રાજપક્ષેના રાજીનામા બાદ દેશમાં સરકાર સમર્થક અને સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી હિંસામાં ૯ લોકોના મોત થયા તો ૨૦૦થી વધુ લોકોને ઈજા થઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી શ્રીલંકા આઝાદી બાદના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં વિદેશી મુદ્દામાં કમીને કારણે સંકટ ઉભુ થયું છે. સરકાર પાસે ખાદ્ય પદાર્થો અને ઈંધણ આયાત કરવા માટે પૈસા નથી. જેથી દેશમાં ભોજન, પેટ્રોલ-ડીઝલ અને અન્ય વસ્તુની કમી જાેવા મળી રહી છે. શ્રીલંકામાં ફુગાવો ૪૦ ટકા સુધી પહોંચવાનો છે. આ કારણે લોકોમાં સરકાર વિરુદ્ધ ગુસ્સો જાેવા મળી રહ્યો છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ બે સપ્તાહ બાદ દેશમાં ઇમરજન્સી હટાવવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે સરકાર વિરુદ્ધ લોકોના પ્રદર્શનને કારણે રાષ્ટ્રપતિએ ૬ મેએ અડધી રાતથી દેશમાં આપાતકાલની જાહેરાત કરી હતી. હીરૂ ન્યૂઝ પ્રમાણે રાષ્ટ્રપતિ સચિવાલયે કહ્યુ કે શુક્રવારે અડધી રાતથી દેશમાં ઈમરજન્સી હટાવી લેવામાં આવી છે. દેશમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ઇમરજન્સી દરમિયાન પોલીસ અને સેના પાસે લોકોની ધરપકડ કરવા અને કસ્ટડીમાં લેવાનો અધિકાર હતો.

Sri-Lanka-Emergency-lifted-in-Sri-Lanka.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *