ચીન
ચીનમાં જન્મ દર અને લગ્ન દર ઘટી રહ્યો છે. આવી સ્થિતિમાં સીપીસી પક્ષ અને સ્થાનિક અધિકારીઓ વધુને વધુ મેચમેકરની ભૂમિકા ભજવી રહ્યા છે. ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર ૨૦૧૩માં ૧૩.૪૭ મિલિયનની સરખામણીએ ૨૦૨૦માં માત્ર ૮.૧૪ મિલિયન યુગલોએ લગ્ન માટે નોંધણી કરાવી હતી. જ્યારે ગયા વર્ષે જન્મ દર ઘટીને પ્રતિ ૧૦૦૦ લોકો દીઠ ૭.૫૨ ટકા થયો હતો, જે ૧૯૪૯માં સામ્યવાદી ચીનની સ્થાપના પછીનો સૌથી નીચો હતો. સીપીસીના પરિચય કાર્યક્રમોના સહભાગીઓનું કહેવુ છે કે આ મેચમેકિંગની ઘણી સાઈટ્સ છે, તેમજ વિગતો ભર્યા પછી લગ્ન માટે કોલ પણ આવે છે. બીજી તરફ નિષ્ણાતોનુ માનવુ છે કે, ‘વન ચાઈલ્ડ પોલિસી’ના કારણે ચીનમાં દીકરીઓ કરતાં પુત્રોને પ્રાધાન્ય આપવામાં આવતુ હતુ અને તેના કારણે આજની તારીખમાં મહિલાઓ અને પુરુષો વચ્ચેનું સંતુલન સંપૂર્ણપણે બગડી ગયું છે. જાેકે, ચીન હવે કડક કુટુંબ નિયોજનના નિયમોમાં છૂટછાટ આપી રહ્યુ છે. મે ૨૦૨૧માં ચીને જાહેરાત કરી હતી કે યુગલો ત્રણ બાળકો પેદા કરી શકે છે.ચીનની શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી હવે મેચમેકરની ભૂમિકા ભજવી રહી છે. ચીનના યુવાનો હાલ સીપીસીનો સંપર્ક કરી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં સ્થાનિક સ્તરે આવી પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે. યુવાનોને જીવનસાથીની શોધમાં ભટકવું ન પડે તે માટે સીપીસી દ્વારા પરિચય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આટલું જ નહીં, એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ઘણા કિસ્સાઓમાં લગ્ન માટે યુવાન છોકરાઓ પૈસા આપીને પણ દુલ્હન ખરીદતા હોય છે. ચીનમાં ઘટતી વસ્તીને લઈને ઘણી ચિંતિત છે અને જન્મ દર વધારવા માટે યુવાનોને લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. મળતી માહિતી મુજબ શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી હાલ મેચમેકરની ભૂમિકા ભજવી રહી છે.
