યુક્રેન
રશિયાએ યુક્રેનિયન શહેરો મેરીયુપોલ અને ખાર્કિવ પર બોમ્બમારો કર્યો. એવું માનવામાં આવે છે કે યુરોપિયન યુનિયન દ્વારા નવા પ્રતિબંધોની જાહેરાત પર રશિયન સેનાએ યુક્રેનમાં બોમ્બમારો સાથે વળતો જવાબ આપ્યો છે. આ બંને શહેરો પર પહેલા જ દિવસે રશિયન સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ૪૨ દિવસના યુદ્ધમાં બંને શહેરો આજે સ્મશાનમાં તબદીલ થયા હોય તેવુ લાગી રહ્યું છે. નિષ્ણાતોના મતે, રશિયન સેના મેરીયુપોલને તેના વિજયના ચંદ્રક તરીકે માની રહી છે અને કોઈ પણ સંજાેગોમાં આ બે શહેરો ગુમાવવા માંગતી નથી. આ બંને શહેરો પર વિજય મેળવ્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું મિશન પૂર્ણ થઈ શકે છે, પરંતુ નાટો દેશોના હથિયારોના આધારે યુક્રેનની સેનાએ આ શહેરો પર રશિયાને કબજાે કરતા રોકવાનો પ્રયાસ કરી રહ્યુ છે. લગભગ એક મહિનાના યુદ્ધમાં બચી ગયેલા લોકોએ અહેવાલ આપ્યો છે કે રશિયન સૈનિકોએ હુમલો કરતાની સાથે જ ૫૦ વર્ષથી ઓછી ઉંમરના દરેક નાગરિકને મારી નાખ્યા અને વૃદ્ધ લોકોને ૨૦ મિનિટની અંદર દફનાવવાનો આદેશ આપ્યો. માયકોલા નામના ૫૩ વર્ષીય રહેવાસીએ જણાવ્યું કે તેના બે પરિચિતોને રશિયન સૈનિકોએ હેન્ડ ગ્રેનેડથી ઉડાવી દીધા હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આક્ષેપ કર્યો છે કે યુક્રેનિયન સૈન્ય પશ્ચિમી મીડિયાની હેડલાઇન્સ મેળવવા માટે નરસંહારની કહાનીઓ ઘડી રહી છે. બુચા શહેરની એવી તસવીરો તૈયાર કરવામાં આવી રહી છે, જેને જાેઈને સહાનુભૂતિ ઊભી થઈ શકે છે અને રશિયાને વિલન તરીકે બતાવવાનું નેરેટિવ સેટ થઈ શકે છે. મોસ્કોએ તેના પુષ્ટિકૃત સ્ત્રોતોને ટાંકીને દાવો કર્યો છે કે યુક્રેનની સેનાએ સોમવારે કિવના ઉત્તર પશ્ચિમમાં ૨૩ કિલોમીટર દૂર મોસ્ચુન નામના ગામમાં ગોળીબાર કર્યો હતો, જ્યાં હત્યાકાંડની નકલી કહાની ગોઠવવામાં આવી હતી. રશિયાના જણાવ્યા અનુસાર, સુમી પણ કિવની જેમ કોનોટોપમાં હત્યાકાંડ બતાવવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. આ જ કારણ છે કે યુક્રેનની સેના જે જગ્યાએથી રશિયન સેના પાછી ખેંચી છે ત્યાં યુદ્ધ અપરાધોનો તેઓ કોઈ સીધો પુરાવો આપવામાં અસમર્થ છે.


