યુરોપ
સાસોલીનો જન્મ ૩૦ મે ૧૯૫૬ના રોજ ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં થયો હતો. ઇટાલિયન પત્રકાર તરીકેની ત્રણ દાયકાની કારકિર્દી પછી, અખબારોમાં શરૂઆત કરીને પછી ટેલિવિઝન તરફ આગળ વધ્યા અને રાષ્ટ્રીય સ્તરે જાણીતા એન્કર બન્યા, સાસોલી ૨૦૦૯માં યુરોપિયન સંસદના સભ્ય બન્યા અને ૨૦૧૯માં સ્પીકર બન્યા. તેઓ સમાજવાદીઓ અને ડેમોક્રેટ્સના સેન્ટર લેફ્ટ પ્રોગ્રેસિવ એલાયન્સના સભ્ય હતા, જે સેન્ટર રાઈટ યુરોપિયન પીપલ્સ પાર્ટી પછી સંસદમાં બીજા-સૌથી મોટું જૂથ છે. તેમ છતાં સસોલીની ભૂમિકા વક્તા તરીકેની હતી, સસોલીની પાસે યુરોપિયન ધારાસભાના પ્રમુખનું બિરુદ હતું. ચેમ્બરમાં તેમના આગમનની જાહેરાત પરંપરાગત રીતે ઇટાલિયનમાં “ઇલ પ્રેસિડેન્ટે” તરીકે કરવામાં આવી હતી. કેટલાક ઈેં અધિકારીઓથી વિપરીત, જેઓ જાહેરમાં અંગ્રેજી અને ફ્રેન્ચમાં બોલે છે, સાસોલીએ ઇટાલિયનનો ઉપયોગ કરવાનો મુદ્દો બનાવ્યો હતો. આવતા અઠવાડિયે મંગળવારે, સ્ઈઁજ તેમના અનુગામી માટે મતદાનનો પ્રથમ રાઉન્ડ યોજે તેવી અપેક્ષા છે.સાસોલીના પ્રવક્તાએ ટિ્વટર પર જણાવ્યું હતું કે યુરોપિયન સંસદના પ્રમુખ ડેવિડ સાસોલી, મંગળવારે વહેલી સવારે ઇટાલીના હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. ૬૫ વર્ષીય ડેવિડ સાસોલી રોગપ્રતિકારક શક્તિની નિષ્ક્રિયતાને કારણે બે અઠવાડિયાથી વધુ સમયથી હોસ્પિટલમાં ગંભીર રીતે બીમાર હતા. તેમના પ્રવક્તા રોબર્ટો કુઈલોએ ટવિટ કર્યું હતું કે “ડેવિડ સાસોલીનું ૧૧ જાન્યુઆરીના રોજ સવારે ૧ઃ૧૫ વાગ્યે ઇટાલીના એવિઆનોમાં ઝ્રઇર્ં ખાતે નિધન થયું હતું, જ્યાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.” “અંતિમ સંસ્કારની તારીખ અને સ્થળ આગામી થોડા કલાકોમાં જણાવવામાં આવશે.“ કુઈલોએ સોમવારે સાસોલીની સત્તાવાર પ્રવૃતિઓને રદ કરવાની જાહેરાત કરતા જણાવ્યું કે, “રોગપ્રતિકારક તંત્રની નિષ્ક્રિયતાને કારણે થયેલી ગંભીર ગૂંચવણના કારણે ભૂતપૂર્વ ટેલીવિઝન ન્યૂઝરીડર ૨૬ ડિસેમ્બરથી હોસ્પિટલમાં હતા”


