પાકિસ્તાન
ગયા મહિને હરિદ્વારમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૭ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન યોજાયેલી આ ધર્મ સંસદમાં લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ધર્મ સંસદનું આયોજન હિન્દુત્વવાદી યતિ નરસિંહાનંદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ધર્મ સંસદ સાથે જાેડાયેલા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં લોકો વિવાદાસ્પદ ભાષણ આપતા જાેવા મળ્યા હતા. આ સંસદમાં ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય અને ભાજપ મહિલા મોરચાના નેતા ઉદિતા ત્યાગીએ પણ ભાગ લીધો હતો. જાે કે આ બાબતે અશ્વિની ઉપાધ્યાયને પૂછતાં તેમણે કહ્યું કે વિવાદાસ્પદ ભાષણો સાથે તેમને કોઈ લેવાદેવા નથી. ‘તે ત્રણ દિવસનો કાર્યક્રમ હતો અને હું એક દિવસ માટે ત્યાં હતો. આ દરમિયાન હું લગભગ ૩૦ મિનિટ સુધી સ્ટેજ પર રહ્યો અને બંધારણ વિશે વાત કરી. મારા પહેલા અને પછી બીજા લોકોએ શું કહ્યું, હું તેના માટે જવાબદાર નથી.’ આ મામલે અનેક લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમ છતાં કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને પ્રદેશમાં શાંતિ માટે ખતરો ગણાવ્યો હતો. ઇમરાન ખાને કહ્યું કે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર આ ક્ષેત્રમાં ‘શાંતિ માટે વાસ્તવિક અને વર્તમાન ખતરો’ છે. ઇમરાન ખાને કહ્યું છે કે ભારતમાં તમામ લઘુમતીઓ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના આશ્રય હેઠળ કાર્યરત ઉગ્રવાદી જૂથોના નિશાના પર છે. પાકિસ્તાની ઁસ્નું આ નિવેદન હરિદ્વારમાં યોજાયેલી ધર્મ સંસદના સંદર્ભમાં આવ્યું છે. ઇમરાન ખાને સોમવારે કેટલીક ટિ્વટ કરીને નરેન્દ્ર મોદી પર જાેરદાર નિશાન સાધ્યું હતું. તેમણે હરિદ્વારમાં ધર્મ સંસદ પર ઁસ્ મોદીના મૌન અને દેશમાં લઘુમતીઓના નરસંહારનું આહ્વાન કરતા હિન્દુત્વવાદી જૂથો સામે કોઈ પગલાં ન લેવા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ઇમરાન ખાને કહ્યું કે ભારતના લઘુમતીઓ વિરુદ્ધ ઉશ્કેરણી પાછળ સત્તાધારી ભાજપ સરકારની ઉગ્રવાદી વિચારધારા છે. ઇમરાન ખાને પોતાના એક ટ્વીટમાં લખ્યું છે કે, ‘મોદી સરકારની ઉગ્રવાદી વિચારધારા હેઠળ ભારતમાં તમામ ધાર્મિક અલ્પસંખ્યકોને હિન્દુત્વવાદી જૂથો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે.’ ઇમરાન ખાને પોતાના ટ્વીટમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ઘટના સામે પગલાં લેવાની અપીલ કરી છે. તેમણે લખ્યું હતું કે, ‘લઘુમતીઓ ખાસ કરીને ભારતના ૨૦ કરોડ મુસ્લિમ સમુદાયના નરસંહાર માટે ડિસેમ્બરમાં ઉગ્રવાદી હિન્દુત્વ સંમેલનના આહ્વાન પર મોદી સરકારનું સતત મૌન પ્રશ્ન ઊભો કરે છે કે શું ભાજપ સરકાર આ આહ્વાનને સમર્થન આપે છે? આંતરરાષ્ટ્રીય સમુદાયે આ તરફ ધ્યાન આપવું જાેઈએ અને પગલાં લેવા જાેઈએ.’
