યુક્રેન
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૩ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, માનવતાના આધાર પર રશિયાએ બુધવારે ખાર્કિવ, સુમીમાં ચેર્નિહાઇવ અને માર્યુપોલમાં સીઝફાયર જાહેર કર્યુ છે. સુમીમાં સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી સીઝફાયર ચાલુ રહેશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત બાદ આ જાહેરાત કરી હતી. યુક્રેનમાં ૯ માર્ચે જૈઙ્મીહષ્ઠી ॅીિર્ૈઙ્ઘ રહેશે. ભારત સહિત ઘણા દેશો યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ લગભગ ૫૦ મિનિટ સુધી ફોન પર વાત કરી હતી. ૫૦ મિનિટ સુધી ચાલેલી આ વાતચીતમાં બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થતાના પ્રયાસો કઈ હદ સુધી પહોંચ્યા તેની જાણકારી પણ આપી છે. સુમી એ શહેર છે જે ભીષણ લડાઈનું સાક્ષી છે.સુમી રાજધાની કિવથી ૩૫૦ કિમી પૂર્વમાં સ્થિત છે. ભારત સરકારે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું છે, જે હેઠળ તે યુક્રેનની પશ્ચિમી સરહદો સાથે જાેડાયેલા દેશોમાંથી ફસાયેલા ભારતીયો (મોટેભાગે વિદ્યાર્થીઓ)ને પરત લાવી રહી છે. ભારત અત્યાર સુધીમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી તેના ૨૦,૦૦૦ થી વધુ નાગરિકોને સુરક્ષિત પરત લાવવામાં સફળ રહ્યું છે. ફ્રાન્સ, જર્મની અને બ્રિટન જેવા દેશો પણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા પ્રયાસ કરી રહ્યા છે. રવિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પુતિન સાથે લગભગ ૧ કલાક અને ૪૫ મિનિટ સુધી વાત કરી હતી. સંઘર્ષ પહેલા ફ્રાન્સ અને જર્મની બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેક્રોને યુદ્ધની શરૂઆત પછી પુતિન સાથે ઘણી વખત વાત કરી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેન્સને પણ પુતિન સાથે વાત કરી છે. બ્રિટન, અમેરિકા જેવા દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. ન્યૂઝીલેન્ડે રાષ્ટ્રપતિ પુતિન સહિત ૧૦૦ રશિયન સેલિબ્રિટી પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.


