International

લાઈવ ન્યૂઝ બુલેટિનમાં મહિલા એંકરને સ્ટ્રોકનો એટેક આવ્યો, આ રીતે બચ્યો જીવ

અમેરિકા
છેલ્લા કેટલાક દિવસોમાં તમે હાર્ટ એટેકના અનેક વીડિયો લાઈવ જાેયા હશે. જેમાં કોઈ નાચતા ગાતા હાર્ટ એટેકનો ભોગ બને છે તો કોઈ ચૂપચાપ તેની ઝપેટમાં આવી જાય છે. હાર્ટ એટેક ખુબ ખતરનાક હોય છે. અને આ સ્થિતિમાં જાે યોગ્ય રીતે તેની ઓળખ ન થાય અને યોગ્ય સમયે સારવાર ન મળે તો દર્દીનું મોત પણ થઈ જાય છે. આવી જ સ્થિતિ સ્ટ્રોકમાં પણ હોય છે. બ્રેઈન સ્ટ્રોકનો એટેક પણ હાલતા ચાલતા આવી જાય છે અને જીવલેણ હોઈ શકે છે. સ્ટ્રોક સંલગ્ન એક વીડિયો કાલથી સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જેમાં એક ન્યૂઝ એંકરને લાઈવ શો દરમિયાન એટેક આવે છે. જાણો આગળ શું થયું. રિપોર્ટ મુજબ અમેરિકી ન્યૂઝ ચેનલ ૨ દ્ગઈઉજી ના મહિલા એંકર જૂલી ચિન સમાચાર વાંચી રહ્યા હતા ત્યારે જ તેમને એટેક આવ્યો. ત્યારબાદ તેમણે સાવધાની વર્તતા વચ્ચે અટકીને તરત જ ડોક્ટરને ફોન કર્યો અને યોગ્ય સમયે સારવાર મળવાના કારણે તેઓ હવે ઠીક છે. આ ઘટના અંગે જૂલી ચિને લોકોને જાગૃત કરવા માટે પોતે એક વીડિયો ટિ્‌વટર પર શેર કર્યો છે. આ વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે એંકર જૂલી ચિન સમાચાર વાંચવાના શરૂ કરે છે. તેઓ એક લાઈન બોલે જ છે કે તેમનો અવાજ લથડી જાય છે. તેઓ એક બે વાર ફરીથી બોલવાની કોશિશ કરે છે, પરંતુ અવાજ ફરીથી લથડી જાય છે. તેઓ સમજી જાય છે કે આ એટેક છે. તેઓ તરત દર્શકોની માફી માંગતા બુલેટિને હવામાન સેક્શનમાં ટ્રાન્સફર કરી દે છે અને પોતે ડોક્ટરનો સંપર્ક કરે છે. તે બુલેટિન રોકતા દર્શકોને કહે છે કે, મને માફ કરો, આજે સવારથી હું સારું મહેસૂસ કરતી નથી. હું મારા સહયોગી પાસે જતા પહેલા તમારા બધાની માફી માંગુ છું. ત્યારબાદ તેમના સહકર્મીઓએ મહેસૂસ કર્યું કે તેમને મેડિકલ ઈમરજન્સીની જરૂર છે. ટીમે ૯૧૧ પર કોલ કરીને ડોક્ટરોને બોલાવ્યા. ડોક્ટરોએ જણાવ્યું કે જૂલીને શરૂઆતી સ્ટ્રોક આવ્યો હતો.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *