અમેરિકા
વર્ષ ૧૯૯૯થી ૨૦૧૩ દરમિયાન અમેરિકામાં ૧૮,૪૦૦ બાળક સરોગસીથી જન્મ્યાં હતાં. એક સરોગેટ મધરને ૨૨ લાખથી ૪૫ લાખ રૂ. સુધી ચુકવણી કરાઇ. તેમાં વિટ્રો પણ સામેલ છે. જાેકે, એજન્ટ અને વકીલ સહિત અન્ય ખર્ચ મળીને ૮૩ કરોડથી ૧૧૦ કરોડ રૂ. ખર્ચ થાય છે. યુક્રેન સરોગસી માટે પ્રખ્યાત હતું પણ રશિયા-યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં એડવાન્સ્ડ મેડિકલ ટેક્નોલોજી અને સ્વસ્થ ડોનર્સને પગલે સરોગસીના કેસ વધી ગયા છે. તેથી હવે આનુવંશિક સંબંધ સ્પષ્ટ કરી શકે તેવો નવો કાયદો ઘડવા માગ થઇ રહી છે. નોંધનીય છે કે ન્યૂજર્સીમાં ૨૦૧૮, વોશિંગ્ટનમાં ૨૦૧૯ અને ન્યૂયોર્કમાં ૨૦૨૧માં સરોગસી અંગેનો કાયદો બન્યો.અમેરિકામાં દોડધામભરી જિંદગીના પગલે સરોગસીના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં સરોગસી એક મોટો બિઝનેસ બની ગઇ છે. અમેરિકાનાં દરેક રાજ્યમાં સરોગસીના જુદા-જુદા કાયદા છે, જેના કારણે મહિલાઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. સરોગસી મુદ્દે એક કેન્દ્રીય કાયદો બનાવવાની માગ થઇ રહી છે, કેમ કે મોટા ભાગનાં રાજ્યોમાં પેઇડ સરોગસીના નિયમ છે, જે સરળતાથી તોડવામાં આવી રહ્યા છે. તેથી અમેરિકાની કેટલીક મહિલાઓએ સુપ્રીમકોર્ટના દરવાજા પણ ખટખટાવવા પડ્યા છે. આવો જ એક કિસ્સો કેલિફોર્નિયાની મેલિસા કૂકનો છે. એક વ્યક્તિએ તેને એક ખાનગી સંસ્થા દ્વારા સરોગસી માટે તૈયારી કરી. થોડા દિવસ બાદ તે વ્યક્તિ ફરી ગઇ અને નાણાકીય સ્થિતિ ખરાબ હોવાનું જણાવી બાળકો ઉછેરવા સમર્થ ન હોવાનું કહ્યું. તેના પગલે મેલિસાએ સંબંધિત સંસ્થા અને તે વ્યક્તિ સામે કેસ કર્યો. મેલિસા હવે ૩ સંતાનની માતા છે પણ તે સંતાનોને કોઇ દત્તક લેવા તૈયાર નથી.


