International

ચીન મૃત્યુદંડના કેદીઓના હૃદય કાઢી લેવાનો અપરાધ કરી રહ્યું છે

ચીન
ચીનમાંથી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. અહીં મૃત્યુદંડની સજા પામેલા કેદીઓના હૃદય, ટ્રાન્સપ્લાન્ટ માટે બહાર કાઢવામાં આવી રહ્યા છે. એક ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના નવા સંશોધનમાં ચીનના આ ઘૃણાસ્પદ રહસ્યનો પર્દાફાશ થયો છે. એવું કહેવામાં આવ્યું છે કે સેંકડો ચીની સર્જનો અને તબીબી કર્મચારીઓ કેદીઓના હૃદયને બહાર કાઢી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેદીઓને મૃત જાહેર કરવામાં આવે તે પહેલા જ શરીરના ભાગોને કાઢી નાખવામાં આવી રહ્યા છે. શરીરના અંગોના ટ્રાન્સપ્લાન્ટને લઈને આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. આ અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિના અંગો કાઢતી વખતે તેનુ મૃત્યુ ન થવું જાેઈએ. અમેરિકન જર્નલ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશનમાં આ અઠવાડિયે પ્રકાશિત થયેલા ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના નવા સંશોધનો દર્શાવે છે કે ચીનના સર્જનો દ્વારા આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવતું નથી. રિપોર્ટ માટે ચીની સાયન્ટિફિક જર્નલમાં ૨,૮૩૮ રિપોર્ટની ફોરેન્સિક સમીક્ષા કરવામાં આવી છે. આ પછી, આવા ૭૧ કેસ શોધી કાઢવામાં આવ્યા છે, જ્યાં સર્જનોએ દર્દીઓના ‘બ્રેન ડેડ’ થતા પહેલા તેમના હૃદય અથવા ફેફસાં કાઢી નાખ્યા હતા. અલ જઝીરાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ તમામ ૭૧ કેસ ૧૯૮૦ થી ૨૦૧૫ વચ્ચે નોંધાયા હતા. ૨૦૧૫ એ વર્ષ છે જ્યારે ચીને મૃત્યુદંડની સજા ભોગવી રહેલા કેદીઓના અંગો દૂર કરવા પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂક્યો હતો. જાે કે આ પહેલા, ચીનમાં મોટાભાગના ટ્રાન્સપ્લાન્ટ કેસોમાં, મૃત્યુદંડની સજા ભોગવી રહેલા કેદીઓમાંથી શરીરના અંગો કાઢવામાં આવ્યા હતા. તેની પાછળનું કારણ એ છે કે બહુ ઓછા લોકો સ્વેચ્છાએ અંગોનું દાન કરવા માટે આગળ આવી રહ્યા નહોતા. ચીનમાં ભૂતકાળમાં પણ આવા જઘન્ય ગુનાઓ સામે આવ્યા છે.તમને જણાવી દઈએ કે, ચીનની ગણના માનવાધિકારનું ઉલ્લંઘન કરનાર દેશ તરીકે પણ થાય છે.

China-Surgeon-and-Medical-Workers-Taking-Hearts-of-Death-Row-Inmates-for-Transplant.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *