International

ટી ૨૦ મેચમાં કિવી ટીમ સામે ભારતની હાર

ન્યુઝીલેન્ડ
ભારતીય મહિલા ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે શરૂઆત હાર સાથે થઈ છે. બંને ટીમો વચ્ચે રમાયેલી એકમાત્ર ્‌૨૦ મેચમાં કિવી ટીમે ભારતને ૧૮ રને હરાવ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આ મેચમાં તેના બેટ્‌સમેનોના નિરાશાજનક પ્રદર્શનને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. એસ મેઘના (૩૭) અને યાસ્તિકા ભાટિયા (૨૬) સિવાય કોઈ બેટ્‌સમેન ભારત માટે ટકી શક્યા નહોતા. શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના અને સુકાની હરમનપ્રીત કૌર પણ બેટથી યોગદાન આપવામાં નિષ્ફળ રહી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી કિવી ટીમે સુઝી બેટ્‌સ અને સોફી ડિવાઈનની ઈનિંગના આધારે ૨૦ ઓવરમાં ૧૫૫ રન બનાવ્યા હતા. જવાબમાં ૨૦ ઓવર રમ્યા બાદ પણ ટીમ ઈન્ડિયા માત્ર ૧૩૭ રન બનાવી શકી અને ૧૮ રનથી મેચ હારી ગઈ. ભારત તરફથી સાબહિનેની મેઘનાએ સૌથી વધુ ૩૭ રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ૫ વન ડે મેચોની સિરીઝ રમવાની છે. ટોસ જીત્યા બાદ ભારતીય ટીમે પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો છે. સુઝી બેટ્‌સ અને કેપ્ટન સોફી ડિવાઈને પ્રથમ વિકેટ માટે ૬૦ રનની ભાગીદારી નોંધાવી હતી. દીપ્તિ શર્માએ સોફી ડિવાઈનને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. રાજેશ્વરી ગાયકવાડે આ પછી બેટ્‌સને બોલ્ડ કર્યા. મેડી ગ્રીન (૨૬) અને લેહ તહુહુ (૨૭) એ મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ૨૦ ઓવરમાં ૧૫૫ રન બનાવ્યા. ભારત તરફથી દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરે ૨-૨ જ્યારે ગાયકવાડે એક વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *