International

પાકના વડાપ્રધાન શહબાઝ શરીફને ઈન્ટરનેશનલ ભિખારી કહ્યા

ઈસ્લામાબાદ
હાલ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શહબાઝ શરીફ પાકિસ્તાનના નવા પીએમ બન્યા છે. આજે કેબિનેટ મિનિસ્ટર્સનાં નામની જાહેરાત થઈ શકે છે. પાકિસ્તાનના મીડિયાના જણાવ્યા અનુસાર, ગઠબંધનમાં સામેલ ૧૨ પાર્ટીના સાંસદોને સંખ્યા મુજબ કેબિનેટમાં સ્થાન મળશે.પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન પછી સરકાર અને વિપક્ષ બંને તરફના નેતાઓની દાદાગીરીના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. પ્રથમ વીડિયોમાં રાજધાની ઈસ્લામાબાદની એક હોટલમાં ઁ્‌ૈંના બળવાખોર નેતા નૂર આલમ ખાન, ઁઁઁ સેનેટ મુસ્તફા નવાજ ખોખર, ફૈસલ કરીમ કુંડી અને નદીમ અફઝલ એક વૃદ્ધની સાથે મારપીટ કરતા દેખાય છે. ફૈસલ કરીમ કુંડી વૃદ્ધ પર ગ્લાસ ફેંકે છે. જ્યારે વૃદ્ધે વળતો પ્રહાર કરવાની કોશિશ કરી તો ખોખરે તેમને પકડીને માથામાં મુક્કો માર્યો. જાેકે હજી એ વાતની કોઈ સ્પષ્ટતા થતી નથી કે ઝઘડાની શરૂઆત કોણે કરી હતી. નૂર આલમે પોલીસને જણાવ્યું હતું કે વૃદ્ધે તેમને ગાળો અને ધમકી આપી હતી. એને પગલે મારામારી શરૂ થઈ હતી. ઈમરાન ખાનની પાર્ટીએ આ ઘટના માટે ઁઁઁ નેતાઓ અને નૂર આલમ પર પહેલા મારામારી કરવાની શરૂઆતનો આરોપ લગાવ્યો છે. પીટીઆઈના નેતા ફહીમ ખાન પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને ઈન્ટરનેશનલ ભિખારી કહેતા દેખાય છે. નેશનલ એસેમ્બ્લીમાં તેમણે વડાપ્રધાન તરફ કેમેરો ફેરવીને કહ્યું હતું કે તેમની પાર્ટી ઈમાનદાર છે અને શરીફ જેની સાથે છે તે તો ભિખારી છે. ફહીમ ખાનની ટીકા કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે શહબાઝ શરીફ હવે પાકિસ્તાનના વડાપ્રધાન છે અને તેમના માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો તે દેશને બદનામ કરવા સમાન છે.

navaz-sarif.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *