અમેરિકા
અમેરિકાના સેન્ટ્રલ અરકાનસાસમાં એક મકાનમાં આગ લાગવાથી બે બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે. અરકાનસાસ રાજ્ય પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે સવારે ૧૦ વાગ્યા પછી આગ ફાટી નીકળી હતી. હોટ સ્પ્રિંગ્સથી લગભગ પાંચ કિલોમીટર ઉત્તરપૂર્વમાં એક મકાનમાં આગ લાગી હતી. ફાયર ફાઈટરો આવે ત્યાં સુધીમાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આગમાં બે બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાજ્ય પોલીસ અને ફાયર અધિકારીઓ આ મામલે તપાસ કરશે. જ્યારે ફાયર ફાઈટરોએ આગને બુઝાવી દીધી, ત્યારે તેઓને ચાર મૃતદેહ મળી આવ્યા જે પછીથી ૨૯ વર્ષીય કાયલ એરિયાગા, તેના બે બાળકો બે વર્ષીય મેટી કમિન્સ, ૪ વર્ષીય વેસ્લી કમિન્સ અને ૩૧ વર્ષીય કેનેથ ઇન્ગ્રામના હોવાનું જાણવા મળ્યું છે.
