International

ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમના નવા કેપ્ટન બેન સ્ટોક્સ બન્યા

ઇગ્લેન્ડ
ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડએ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની ઇંગ્લેન્ડના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે નિમણૂક કરી છે. હવે તે જાે રૂટની જગ્યા લેશે. જાે રૂટે આ મહિનાની શરૂઆતમાં સતત ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું હતું. બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો ૮૧મો કેપ્ટન હશે. ૩૧ વર્ષીય બેન સ્ટોક્સે વર્ષ ૨૦૧૩માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તે અત્યાર સુધીમાં ૭૯ મેચ રમી ચૂક્યો છે. વર્ષ ૨૦૧૭માં બેન સ્ટોક્સને ટીમનો વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો હતો. બેન સ્ટોક્સની ગણતરી વર્તમાન સમયના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. બેન સ્ટોક્સના નામે ૭૯ ટેસ્ટમાં ૫૦૬૧ રન છે, જે દરમિયાન તેની એવરેજ ૩૫.૮૯ છે. જ્યારે તેણે ૧૭૪ વિકેટ લીધી છે. કેપ્ટન બન્યા બાદ બેન સ્ટોક્સે કહ્યું કે, ઈંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. હું આ સમરમાં ટીમનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છું.

ben-stokes-appointed-as-englands-new-test-captain.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *