વોશિંગ્ટન
દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ એલન મસ્કે ટિ્વટરને ૪૪ બિલિયન ડોલરમાં ખરીદી લીધુ છે. આ ડીલની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. તેને લઈને વ્હાઇટ હાઉસે પણ પ્રતિક્રિયા આપી છે. પરંતુ વ્હાઇટ હાઉસે ટિ્વટર અને એલન મસ્ક વચ્ચે થયેલી ડીલ પર કંઈ બોલવાનો ઇનકાર કરી દીધો, પરંતુ અધિકારીઓએ કહ્યું કે રાષ્ટ્રપતિ જાે બાઇડેન લાંબા સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની શક્તિને લઈને ચિંતિત છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ કહ્યુ કે, અમારી ચિંતાઓ નવી નથી. જેન સાકીએ કહ્યુ કે, ‘રાષ્ટ્રપતિ બાઇડેને લાંબા સમયથી ખોટી સૂચના ફેલાવવા માટે ટિ્વટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની શક્તિ વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને તેના પર વાત કરી હતી. આ ચિંતા હજુ પણ યથાવત છે.’ તેમણે કહ્યું કે, વ્હાઇટ હાઉસ દ્વારા વ્યક્તિગત લેણદેણ પર કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. જેન સાકીએ મીડિયાને જણાવ્યું કે વ્હાઇટ હાઉસ કલમ ૨૩૦ને રદ્દ કરવાનું સમર્થન કરતું રહેશે, કારણ કે આ કાયદો ઓનલાઇન કંપનીઓને યૂઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સામગ્રી પર જવાબદારીથી બચાવે છે. તેમણે કહ્યું કે, બાઇડેન પ્રશાસનના અધિકારીઓને લાગે છે કે કડક તપાસથી રાજકીય મુદ્દા અને કોરોના પર ખોટી સૂચનાઓના પ્રસારને રોકી શકાતો હતો. સાકીએ કહ્યુ કે, અમે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સાથે નિયમિત જાેડાયેલા રહીએ છીએ. આ સિલસિલો આગળ પણ રહેશે. પરંતુ તેના સારા માટે જે પગલાં ભરવામાં આવી શકાય છે, તે ભરવામાં આવશે.


