International

પાકિસ્તાનની લાહોરની સ્કુલમાં છોકરી પર દુષ્કર્મ આચર્યું

લાહોર
પાકિસ્તાનના લાહોરની એક પ્રખ્યાત સ્કુલમાં ત્રીજા ધોરણમાં ભણતી એક છોકરી પર બળાત્કાર થયો. આ ઘટના સ્કુલ છૂટવાની કેટલીક ક્ષણો પહેલા વોશરૂમમાં બની હતી. આશ્ચર્યની વાત એ છે કે છોકરીના મિત્રોએ તેની ચીસો સાંભળી અને શાળાના સ્ટાફને તેની જાણ કરી. સ્ટાફે એવું કહીને આ ફરિયાદ પર ધ્યાન આપ્યું ન હતું કે આ તો સ્કુલ છે અને બાળકોની ચીસો અને બૂમોના અવાજાે આવતા રહે છે. જાેકે, છોકરીને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. હજુ સુધી કોઈની અટકાયત કે ધરપકડ કરવામાં આવી નથી. શાળાનું પ્રશાસન અને પોલીસ બંને આ ઘટના પર મૌન છે. આ ઘટના જ્યાં બની તે શાળાનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્‌સમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે આ શહેરની જાણીતી પ્રાઈવેટ સ્કૂલ છે અને અહીં ધનિકોના બાળકો અભ્યાસ કરે છે. સ્કુલ છૂટવાની જ હતી, તે જ સમયે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી ૧૦ વર્ષની છોકરી વોશરૂમમાં ગઈ હતી. તે લાંબા સમય સુધી બહાર આવી નહીં. થોડા કલાકો બાદ તે એ જ વોશરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. વૉશરૂમની હાલત જાેઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે છોકરીએ બળાત્કારીથી પોતાને બચાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. જાેકે, તે માસૂમ આમાં સફળ થઈ શકી નહોતી. છોકરી સાથેની ક્રૂરતા માટે સ્કૂલનો કોઈ વિદ્યાર્થી અથવા સ્ટાફ મેમ્બર જવાબદાર હતો. આ સ્કુલમાં છોકરા-છોકરીઓ સાથે અભ્યાસ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ છોકરીનો પીછો કર્યો અને જ્યારે તે વોશરૂમમાં પહોંચી તો આરોપી પણ બળજબરીથી અંદર પ્રવેશ્યો અને દરવાજાે બંધ કરી દીધો. ઘટના દરમિયાન છોકરીએ ઘણી વખત ચીસો પાડી હતી. તેના મિત્રોએ પણ આ અવાજાે સાંભળ્યા. આ છોકરીઓએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું- અમે તેની ચીસો સાંભળી. સ્કૂલ એડમિનિસ્ટ્રેશન પાસે જઈને જણાવ્યું કે વૉશરૂમમાંથી ચીસો પાડવાનો અવાજ આવી રહ્યો છે, પરંતુ સ્ટાફે એવું કહીને તેમની વાતને અવગણી કાઢી કે સ્કૂલમાં આવા અવાજાે આવતા જ રહે છે.ર્ પોલીસને આપેલા રિપોર્ટમાં ડોક્ટરોએ સ્પષ્ટ કહ્યું છે કે બાળકી સાથે ઘણી ક્રૂરતા કરવામાં આવી છે. હવે શાળાના સીસીટીવી સ્કેન કરવામાં આવી રહ્યા છે.

Dushkarma-Lahor-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *