National

ઝારખંડમાં વધુ એક સગીરાની ર્નિદય હત્યાની ઘટના બની, પોલીસે આરોપીની કરી ધરપકડ

ઝારખંડ
ઝારખંડના દુમકાથી વધુ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. દુમકા યુનિવર્સિટી ઓપી થાના ક્ષેત્રમાં એક સગીર છોકરીનો મૃતદેહ ઝાડ પર લટકતો મળ્યો હતો. ચિંતાની વાત એ છે કે થોડા દિવસમાં આ પ્રકારની ત્રીજી ઘટના સામે આવી છે. ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે સગીર છોકરીઓ સાથે યૌન શોષણની વાત પણ કહેવામાં આવી રહી છે. આ ઘટના બાદ હેમંત સોરેન સરકાર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે. ભાજપે રાજ્ય સરકાર પર ઝારખંડના ઇસ્લામીકરણ કરવાનો આરોપ લગાવ્યો છે. ઝારખંડના દુમકામાં સતત આવી ચોંકવનારી ઘટનાઓ સામે આવી રહી છે. ગત ગુરૂવારના તાલઝારીમાં મહિલાનો અડધો દાઝેલી હાલમાં મળેલા મૃતદેહની હજુ યોગ્ય રીતે તપાસ થઈ નહીં કે અમડામાં સગીર છોકરીનો મૃતદેહ મળ્યા બાદ રાજ્ય સરકારને જવાબ આપવો ભારે પડી રહ્યો છે. મૃતક સગીરાની ઉંમર ૧૪ વર્ષની આસપાસ છે અને તે આદિવાસી સમાજની છે. અને પોલીસના ઘણા બધા પ્રયાસો બાદ મૃતદેહની ઓળખ થઈ હતી. મૃતક છોકરી રાનેશ્વર થાના ક્ષેત્રની રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતા મૃતક ૪ મહિનાથી ગર્ભવતી હતી. ઘટનાની જાણકારી મળતા પૂર્વ સમાજ કલ્યાણ મંત્રી ભાજપ નેત્રી લુઈસ મરાંડી યુનિવર્સિટી થાના પહોંચી હતી. લુઇસ મરાંડીએ આ મામલે ઝીણવટભરી તપાસ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, આવી ઘટનાઓ પર અંકુશ લગાવવા માટે પોલીસ ઝડપથી કામ કરવાની જરૂરિયાત છે. અને આ ઘટનાને લઇને ગોડ્ડાથી ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ હેમંત સોરેન સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, અંકિતાની હત્યા શાહરૂખે કરી અને હવે આજે તે દુમકામાં આદિવાસી છોકરીની બળાત્કાર બાદ હત્યા આરોપી અરમાન અંસારીએ કરી. આ સમાચારને દબાવવા માટે અમારા બાળકો તેમજ સાંસદ મનોજ તિવારીજી ઉપર કેસ કરવામાં આવ્યો. તેમણે ઝારખંડના ઇસ્લામીકરણનો પણ આરોપ લગાવ્યો. અને હજુ તમને એ જણાવી દઈએ કે આ પહેલા પણ ગત ગુરૂવારના તાલઝારીમાં અડધો દાઝી ગયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે મૃતદેહ કબજે કર્યા બાદ મહિલાની ઉંમર લગભગ ૩૫ વર્ષ જણાવી હતી. મહિલાનું પહેલા ગળું કાપવામાં આવ્યું હતું. પછી ઓળખ છૂપાવવા માટે મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો હતો. પોલીસને મહિલાની ઓળખ સંબંધિત કોઈ પ્રમાણ હજુ સુધી મળ્યા નથી.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *